લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ ભાજપ માટે રૂપાલા મુસીબત બન્યા છે. પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરૂધ્ધ ટિપ્પણી કરી હતી જેને લઇને હવે સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પર મક્કમ છે. આવા સમયે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. આજે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી સરકાર અને પાલા પર પ્રહારો કર્યા હતા.
ગુજરાત ભાજપના પૂર્વ મુખ્યમંત્રી અને ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ પહેલીવાર રૂપાલાના વિવાદ પર પોતાનું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે, દાઝયા પર ડામ ન દેવો જોઇએ. રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન–દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. શંકરસિંહ વાઘેલાએ સરકારને આડે હાથ લીધી હતી.
હાઈકમાન્ડ પુરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું. રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન–દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે. પોલીસ બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે. સમાજને દાયા પર ડામ ન દેવો જોઈએ. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ આ બાબતે મૌન રહેવું યોગ્ય નથી.
રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવા એ ભાજપ હાઈકમાંડના હાથમાં છે. રૂપાલાને ભલે તમે રાયસભામાં મોકલો પણ રાજકોટથી ઉમેદવાર તરીકે બદલવા જોઇએ. સરકારે દાયા પર ડામ આપીને સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી. જો બહેનો દીકરીઓની સવાલ હોય તો માફી માગી લેવાથી કઈં થાય નહીં ક્ષત્રિય સમાજ માથા ઉતારી લેવામાં માને છે ઉમેદવાર બદલવાની વાત કરીએ છીએ. બીજેપીમાં કેટલા રાજપુતો છે જે હવે ભાજપુત થઈ ગયા છે વિચારવાનું રહેશે કે તેમને રાજપૂત થવું છે કે ભાજપુત થવું છે.
જે ભાઈનો વિરોધ કરવા નીકળી છે તેમના પર દમન કરવાથી જો આ સમાજ રસ્તે અવડે રસ્તે ચડશે તો ગુજરાત ભડકે બળશે તેવી મને બીક છે. બીજેપીની ખોટી માનસિકતાના આધારે જો તમે બહેનોની લાગણી સમજતા હોય તો અત્યાર સુધીમાં ઉમેદવારો બદલવાનો નિર્ણય કર્યેા હોત.
જે ઉમેદવાર આવું બોલ્યો છે તેને તો અમે બિલકુલ ચલાવી નહીં લઈએ તેના સિવાય બીજું કોઈ પણ ઉમેદવાર ચાલશે. ઉપરાત ૨૦૧૯ માં તમે એક પણ ક્ષત્રિય ઉમેદવારને લોકસભામાં નથી મૂકયો ૨૦૨૪ માં પણ કોઈ ક્ષત્રિય સમાજ ના ઉમેદવારને ટિકિટ આપી નથી સમાજને બાકાત રાખ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech