ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ જાણે કયાં ચોઘડિયે કરવામાં આવ્યું હોઈ સિવિલ હોસ્પિટલ તંત્રના વાંકે ક્ષતિઓનો પાર રહ્યો નથી, ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ થયું એને કાલે બે મહિના જેટલો સમય થશે પરંતુ સરકારને શરમ અપાવતા હોસ્પિટલ તંત્રએ આઇસીયુ અને લેબર મના પ્રત્યેક બેડમાં સગર્ભાઓ અને પ્રસૂતાઓની પ્રાઇવેસીની સાથે સાથે મેન્ટલી શાંતિ મળે અન્યોનું પેઈન જોઈ પોતે દુ:ખી ન બને અને તેની અસર તેના સ્વાસ્થ્ય ઉપર ન પડે માટે કર્ટન (પડદા) ફિટ કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકોના વિભાગમાં પીઆઈસીયુ,એમએનસીયુમાં પણ કર્ટન લગાવવામાં આવે છે પરંતુ હોસ્પિટલના જવાબદારોએ જાણે લાજ–શરમ નેવે મૂકી હોઈ તેમ બે મહિનાથી આઇસીયુ, લેબર મ અને બાળકોના વિભાગ પીઆઈસીયુ,એમએનસીયુકર્ટન(પડદા) ફિટ કરવામાં આવ્યા નથી જેના કારણે પ્રસૂતા અને સગર્ભાઓ ખુલ્લા ખાટલામાં સારવાર લઈ ક્ષોભીંત પણ થઇ રહી છે. એક બાજુ પ્રસૂતા, સગર્ભા માતાઓ અને નવજાત બાળકો માટે રાય અને કેન્દ્રની સરકાર અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે, માતા–નવજાતના મૃત્યુની સંખ્યા ઘટાડવા માટેના પ્રયત્નો કરી રહી છે અને અહીં ઝનાના હોસ્પિટલમાં પ્રસૂતાઓના બેડ આડે પડદાએ નસીબ નથી આ જોતા હોસ્પિટલનું તત્રં કેટલી હદે ખાડે ચાલી રહ્યું છે અને રાયનું આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રી બખૂબી રીતે જાણવા છતાં ખાડે ગયેલા હાસ્પિટલ તંત્રને ચલાવી લેવા આખં આડા કાન કરી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે. કર્ટનની ખરીદી ન કરવા પાછળ એક એવી પણ ચર્ચા થઇ રહી છે કે, કર્ટનની ખરીદીમાં કમિશનનું નહીં ગોઠવાતું હોઈ અથવા તો માનીતાઓ ગોઠવણ મુજબ ટેન્ડર ભરી નહીં શકતા હોય જેના લીધે લોકલ ખરીદી હોવા છતાં બે મહિનાથી કરવામાં આવતી નથી. આ બાબતે સત્ય શું છે એ તો હવે સિવિલ ના જવાબદારો ગાંધીનગર શું ખુલાશો આપે છે એ જોવું રહ્યું
જીએમસીએએલમાંથી પેસ્ચ્યુરાઇઝર મોકલે તો હ્યુમન મિલ્ક બેન્ક શરૂ થાય
પૂરતું આયોજન અને ખૂટતા સાધનો હોવા છતાં ઝનાના હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરી દેવાયું હતું અને હવે પાછળથી પ્રસૂતાઓ, નવજાત , અને તબીબો કેટલીક બાબતોને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર દ્રારા ગુજરાતની બીજી હ્યુમન મિલ્ક બેન્ક ઝનાના માટે મંજુર કર્યા બાદ આજસુધી સરકારના જ જીએમસીએએલ ડિપાર્ટમેન્ટ દ્રારા મિલ્ક બેન્ક માટે અતિ જરી અને અંદાજિત ૮ થી ૧૦ લાખની કિંમતનું પેસ્ચ્યુરાઇઝ મોકલવામાં ન આવતા આજદિન સુધી હ્યુમન મિલ્ક બેન્ક શ થઇ શકી નથી આ ઉપરાંત લોકલ લેવલે પણ કેટલીક ખરીદી બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે
કેટલીક ખરીદીમાં ગોબાચારી થયાની આશંકા
ઝનાના હોસ્પિટલમાં પીઆઈયુ વિભાગ દ્રારા ફર્નિચર સહિતની તેમજ હોસ્પિટલ તત્રં દ્રારા કેટલીક લીનન જેવી લોકલ નાના–મોટી વસ્તુઓની ખરીદી કરવામાં આવી છે, આ ખરીદીના બિલમાં ભાવ તાલ તેમજ વાઉચર ઉપર ચુકવવામાં આવેલ રકમની જો ગાંધીનગરથી રસ પૂર્વક અને ઐંડાણ પૂવક તપાસ કરવામાં આવે તો મોટી ગોબાચારી નીકળે એવી શકયતા સેવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech