દીપિકા પ્રેગ્નન્ટ હોવાની જોરદાર ચર્ચા

  • February 21, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક્ટ્રેસના ફોટોને લઈને થઈને ફેન્સ ઉત્સાહિત, રણવીરસિંહના ઘરમાં ગુંજશે કિલકારી


સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણની પ્રેગ્નન્સીની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. લોકો તેના ફોટામાં બેબી બમ્પ જોઈ રહ્યા છે, હવે માત્ર ઓફિશિયલ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. હાલમાં એક લક્ઝરી હોટલની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. આમાં તે ઘણું ખાતી જોવા મળી રહી છે.જેના પરથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે દીપિકા માં બનવા જઇ રહી છે.દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ લાંબા સમયથી તેમના તરફથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ તેમના ફેન્સને ખુશ કરી શકે છે. સૂત્રોનો દાવો છે કે દીપિકા પ્રેગ્નેન્ટ છે. 


હાલમાં જ દીપિકા બાફ્ટા એવોર્ડ શોમાં હતી. તેણે સાડી વડે પેટ ઢાંકી દીધું હતું. આ તસવીરો જોઈને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા હતા કે તે પોતાનો બેબી બમ્પ છુપાવી રહી છે. મંગળવારે દીપિકાએ શેર કરેલા ફોટો પર ઘણા લોકોએ લખ્યું છે કે દીપિકા પ્રેગ્નેન્ટ છે. 

મીડિયા રિપોર્ટ મુજબ દીપિકાની નજીકના એક સૂત્રનું કહેવું છે કે આ તેનું સેકન્ડ ટ્રાઈમેસ્ટર ચાલી રહ્યું છે. આ સમાચારો પર દીપિકા કે રણવીર તરફથી ઓફિશિયલ એનાઉન્સમેન્ટની રાહ જોવાઈ રહી છે. રણવીર અને દીપિકાના લગ્નને 5 વર્ષ થયા છે. તેમના માતા-પિતા બનવાના રિપોર્ટથી ફેન્સ એક્સાઈટેડ છે.

દિપીકાએ બાફ્ટામાંથી તસવીરો પોસ્ટ કરી, ત્યારે લોકો તેના બેલી બમ્પ જોઈ રહ્યા હતા. હાલમાં એક લક્ઝરી હોટલની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. આમાં તે ઘણું ખાતી જોવા મળી રહી છે. જો કે આ એક એડ છે, પરંતુ લોકો તેના પર તેની પ્રેગ્નન્સી વિશે લખી રહ્યા છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application