પોન્ઝી સ્કીમમાં આરોપીના એક સાહસમાં મંત્રી પુત્ર પણ ભાગીદાર હોવાની ભારે ચર્ચા

  • November 29, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ગાંધીનગરમાં બીઝેડ ફાયનાન્સિયલ સર્વિસિસ અને બીઝેડ ગ્રુપે બેંકો પાસેથી ઐંચા વ્યાજનું વચન આપીને આશરે ૬૦૦૦ કરોડની છેતરપિંડી કરી છે. આ કેસમાં સીઆઈડી ક્રાઈમે કાર્યવાહી કરીને ગાંધીનગર, અરવલ્લ ી, સાબરકાંઠા, મહેસાણા અને વડોદરામાં દરોડા પાડા હતા. આ સમયગાળા દરમિયાન, એક એજન્ટ સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી, યારે કંપનીના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. ત્યારે આ મામલે વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આ ભુપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહને જાહેરમાં કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાના એકના ડબલ અંગે વખાણ કર્યા હતા મચં પરથી ધારાસભ્ય બોલતા હતા ત્યારે ઝાલા ની પડખે મંત્રી ભિખુસિંહ ખુદ તાળી પાડી રહ્યા હતા. આવી એક પોઝી સ્કીમમાં મંત્રી પુત્ર પણ ભાગીદાર હોવાની ચર્ચા જોરથી ચાલી રહી છે.
ભુપેન્દ્રસિંહ ઝાલાને લઈને વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો અત્યારે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ આ વીડિયોમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતે જાહેરમાં બીઝેડ ગ્રુપનું માર્કેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિડીયો બીઝેડ ગ્રુપ એયુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો છે અને અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધવલસિંહ ઝાલા બોલી રહ્યા છે કે, એકમાં બે અને બેના ચાર કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સાં આવડે છે. કોઈએ ચિંતા કરવાની જર નથી. જેને પિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે છે.
સીઆઈડીના જણાવ્યા અનુસાર, કંપની લોકોને ૩% થી ૩૦% વ્યાજ આપવાનું વચન આપતી હતી અને ૫ લાખ પિયાના રોકાણ પર તેઓને ગિટમાં ટીવી અથવા મોબાઈલ મળશે, યારે ૧૦ લાખ પિયાનું રોકાણ કરવા પર તેઓ ગોવાની ટ્રીપની લાલચ આપતી હતી. પ્રાથમિક તપાસમાં બે બેંક ખાતામાં ૧૭૫ કરોડ પિયાની લેવડદેવડ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સીઆઈડી. એડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે કંપનીના એજન્ટોએ મુખ્યત્વે નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોને નિશાન બનાવ્યા હતા. શઆતમાં, રોકાણ પર સાં વળતર આપીને લોકોનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો અને પછી મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી. એજન્ટોને ૫% થી ૨૫% સુધીનું કમિશન આપવામાં આવતું હતું.
સીઆઈડીએ આ કેસમાં ગાંધીનગરથી વડોદરા સુધીના સાત સ્થળોએ દરોડા પાડા હતા. આ દરમિયાન ૧૭ લાખ પિયા રોકડા, ૩૩૮ ફોર્મ, સર્ટિફિકેટ, એગ્રીમેન્ટ, ચેકબુક, લેપટોપ અને મોબાઈલ મળી આવ્યા હતા. ડીવાયએસપી અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, કંપની રોકડ અને ચેક બંને વિકલ્પો દ્રારા રોકાણ લેતી હતી.
મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુખ્ય ઓફિસ સાબરકાંઠાના તલોદમાં છે. અન્ય જિલ્લ ાઓમાં પણ તેની ઓફિસ ભાડે છે. સીઆઈડીએ લોકોને અપીલ કરી છે કે જે કોઈ આ છેતરપિંડીનો ભોગ બને છે તેણે ફરિયાદ નોંધાવવી જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application