સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિ નેતા આતિશી સિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો છે કે દિલ્હીની ચૂંટાયેલી સરકારને તોડી પાડવા માટે ષડયત્રં રચવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હી સરકારના અધિકારીઓએ આચારસંહિતાના બહાને મીટિંગમાં આવવાનું બધં કરી દીધું છે. ૨૦ વર્ષ જૂના કેસને લઈને દિલ્હી સીએમના અંગત સચિવને બરતરફ કરવામાં આવ્યા હતા.
આતિશીએ આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલની ઇડી દ્રારા કોઈ પણ પુરાવા વિના ખોટા આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.કારણ કે ભાજપ જાણે છે કે તેઓ ગમે તેટલા બળનો પ્રયાસ કરે, તેઓ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને હરાવી શકતા નથી.
આતિશીએ કહ્યું કે દિલ્હીમાં રાષ્ટ્ર્રપતિ શાસન લાદવું ગેરકાયદેસર હશે કારણ કે જનતાએ સ્પષ્ટ્ર આદેશ આપ્યો છે. કેજરીવાલ સરકારે થોડા દિવસો પહેલા લોર ટેસ્ટ કરીને બહત્પમત સાબિત કરી દીધો છે. બંધારણ હેઠળ, યારે સરકાર પાસે બહત્પમતી હોય ત્યારે રાષ્ટ્ર્રપતિ શાસન લાદી શકાય નહીં. ૨૦૧૬માં પણ યારે ઉત્તરાખંડમાં રાષ્ટ્ર્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે કોર્ટના આદેશ પર લોર ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્ર્રપતિ શાસનના આદેશને ફગાવી દેવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આતિશી ખૂબ જ અવાજ ઉઠાવી રહી છે અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આ પહેલા પણ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તેમની પણ ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યેા હતો કે તેમને ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી રહી છે.
આતિશીએ ગઈકાલે કહ્યું હતું કે દિલ્હીના લોકો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડથી ખૂબ નારાજ છે અને તેઓ લોકસભા ચૂંટણીમાં ભાજપને જડબાતોડ જવાબ આપશે. કાલકાજી વિસ્તારમાં પાર્ટીના 'જેલ કા જવાબ, વોટ સે' અભિયાનમાં ભાગ લેતા આતિશીએ કહ્યું કે લોકોને લાગે છે કે કેજરીવાલની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આતિશીએ અહીં પ્રચાર દરમિયાન પત્રકારોને કહ્યું, 'મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીના લોકો ખૂબ જ નારાજ છે અને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને જડબાતોડ જવાબ આપશે. આપ નેતાએ કહ્યું કે આ અભિયાનને લોકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે જેઓ તેમના મુખ્યમંત્રીની ધરપકડ પર પોતાનો અસંતોષ વ્યકત કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, 'કેજરીવાલે દિલ્હીની જનતાને પોતાનો પરિવાર માની છે અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને તેમના ષડયંત્રનું પરિણામ ભોગવવું પડશે.'આતિશીએ કહ્યું કે દિલ્હીના લોકો કેજરીવાલને પ્રેમ કરે છે કારણ કે તેઓ જાણે છે કે તેમણે સરકાર સુધારી છે. શાળાઓ વિશ્વ કક્ષાની સંસ્થાઓમાં પરિવર્તિત થઈ છે અને સામાન્ય લોકોના બાળકોને ઉત્તમ શિક્ષણ પૂં પાડું છે. દિલ્હી સરકારના મંત્રીએ કહ્યું કે, કેજરીવાલ એવા છે કે જેમણે બે કરોડ દિલ્હીવાસીઓને પોતાનો પરિવાર માન્યા છે અને તેમને ઉત્તમ સ્વાસ્થ્ય સેવા પૂરી પાડી છે અને ઉત્તમ હોસ્પિટલો અને મોહલ્લા કિલનિકસની વ્યવસ્થા કરી છે. તેમણે જ દિલ્હીના લોકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech