રાજકોટમાં કરોડોની ક્રાઈમ બ્રાંચમાં સીસીટીવી કેમેરા જ નથી !

  • November 23, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સૌરાષ્ટ્ર્રના પાટનગર સમુ શહેર ગણાય છે. ક્રાઈમ કંટ્રોલમાં રાખવા અહીં કરોડોના ખર્ચે મોટા કમ્પાઉન્ડમાં ક્રાઈમ બ્રાંચ પોલીસ મથક પણ આવેલું છે. આ ડીસીબી (ડીટેકશન ક્રાઈમ બ્રાંચ) પોલીસ સ્ટેશનમાં સોનાના મુગટમાં મોરપીંછની કમીની માફક સીસીટીવી કેમેરા જ નથી. તેના જીવતા જાગતા પુરાવારૂપ કેમેરાના અભાવે અહીંથી આવો કોઈ પુરાવો પોલીસને બાહ્ય વ્યકિત કે કોર્ટને પણ પ્રા થઈ શકે તેમ નથી. કેમેરા નાખવાના જ ભુલાયા કે સિકયુરીટી કે અન્ય પર્પઝથી નથી નખાયા તે તો પોલીસ જ જાણતી હશે.
રાજકોટ શહેરનું ક્ષેત્રફળ અને જન સંખ્યા વધતા રાય સરકાર દ્રારા પણ પોલીસની સ્ટે્રન્થ અધિકારીઓ રાજકોટ સીટીમાં વધારાયા ઉપરાંત ક્રાઈમ ગ્રાફ કંટ્રોલમાં રહે કે ફટાફટ ડિટેકશન થઈ શકે તેવા આશય સાથે રાજકોટ શહેરને કરોડોની કિંમતની જમીન પર અલાયદુ કરોડોની કિંમતનું ક્રાઈમ બ્રાંચ તથા સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન અધતન પાંચ માળના બિલ્ડીંગ અને જરૂરી તમામ સવતો અપાઈ. બન્ને પોલીસ મથક અલાયદા બિલ્ડીંગમાં ધમધમે છે. બન્ને બિલ્ડીંગમાં લાખો રૂપિયાના ફર્નિચર, રાચરચીલું છે પરંતુ નથી તો માત્ર સીસીટીવી કેમેરા.
ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનની રાજકોટમાં બોલબાલા હતી પડયો બોલ ઝીલાતો હતો એ સમયે ડીસીબી પોલીસ મથક અલગ થયું હતું. અત્યારે તો ડીસીબીના બદલે હવે પીસીબી ફત્પલ એકટીવ મોડમાં છે અને ખાસ કામગીરીમાં પીસીબી આગળ દેખાઈ રહી છે. ડીટેકશન અત્યારે ડીસીબીના ભાગે અને (ક...) પીસીબીમાં હોય તેવો માહોલ છે. પીસીબી અત્યારે પોલીસ કમિશનર કચેરીમાં જ બેેસે છે. જયારે ડીસીબીનું ત્યાંથી બે કિલોમીટર દૂર અલાયદા અધતન પાંચ માળનું પોલીસ સ્ટેશન છે ત્યાં કાર્યરત છે.
કોર્ટનું પણ સુચન છે કે, તમામ પોલીસ મથકોમાં લોકઅપ સહિતની જગ્યાઓમાં સીસીટીવી કેમેરા રાખવા. રાજકોટ સીટીમાં પોલીસ મથકોમાં તો કેમેરા છે પરંતુ મહત્વની ગણાતી અને એક તબકકેે ડાયરેકટ સીપી કે અન્ય ઉચ્ચ અધિકારીઓ કનેકટેડ ક્રાઈમ બ્રાંચના પોલીસ મથકમાં જ સીસીટીવી કેમેરા નથી. કેમેરા નહીં રાખવા પાછળનું કારણ શું હશે ? કેમેરાઓ હોય તો કોણ આવ્યું ? કોણ ગયું ? કયારે આવ્યા ? કયારે ગયા ? શું થઈ રહ્યું છે કે થયું ? તે તમામ મુવમેન્ટ કે વિગતો પોલીસને હાથવગી રહી શકે અને ગમે ત્યારે કામ કે મહત્વરૂપી ઉપયોગી થઈ શકે.
આમ છતાં ક્રાઈમ બ્રાંચ કમ્પાઉન્ડ કે અંદર કયાંય કેમેરા છે જ નહીં. શું ખાસ કિસ્સામાં કે રિસ્ટ્રીકશન એરીયા અથવા તો ખાનગી ખુફીયા કામગીરીના નામે સીસી કેમેરામાંથી ઉચ્ચ સ્તરીય મુકિત લેવાઈ હશે માટે કેમેરાથી ક્રાઈમ બ્રાંચને મુકિત મળી હશે ? કે પછી અંદરની વાત બહાર ન જાય કોઈને કાંઈ પુરાવા ન મળે કે ધારે તે બધં બારણે કામ થઈ શકે એવા કોઈ આશયથી કેમેરા ઈન્સ્ટોલ નહીં કરાયા હોય ? શું કારણ હશે તે તો અધિકારીઓ જ જાણતા હશે પરંતુ કેમેરા નથી તો કોર્ટને પણ સીસીટીવીના ફટેજ કોઈ કેસ સંદર્ભે માંગે અથવા અરજદાર પણ અરજી કરે તો કઈ રીતે પુરાવા ફટેજ મળી શકે ? ખરેખર તો કેમેરા હોય તો કોઈ આક્ષેપ થાય બનાવ બને તો પોલીસ માટે પણ સત્યતા રજુ કરવા મજબુત પુરાવા રહે પણ હાલ સીસીટીવી નથી તો કોઈને ફાયદો કે કોઈને ગેરફાયદો જેવું થતું હશેની ચર્ચા કે આવી વાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application