સલાયા બંદર પર લાંગરેલા વહાણમાંથી વિવિધ મુદ્દામાલની ચોરી

  • June 01, 2021 10:55 AM 

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા દરિયા કિનારે બંદર પર રાખવામાં આવેલા ગોસ મદદ વહાણમાં તારીખ 29 મે ના રોજ રાત્રીના સમયે કોઇ બે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી આ વહાણમાં રાખવામાં આવેલા પાણી કાઢવાના બે ફીટરિયા, જનરેટર સેટની મોટર તેમજ આશરે 50 લિટર જેટલું ડીઝલ ચોરી કરીને લઇ ગયા હોવાનું જાહેર થયું છે.

આ ચોરી પ્રકરણમાં કુલ રૂપિયા 12,500ના મુદ્દામાલની ચોરી થવા સબ સલાયાના રહીશ અબ્બાસભાઈ આદમભાઈ ગંઢાર (ઉ.વ. 43) ની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 447 તથા 380 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS