કાલાવડ ટાઉનમાંથી બે મોટરસાયકલની ચોરી

  • June 29, 2021 11:09 AM 

કાલાવડની શીતળા કોલોનીમા રહેતા હોમગાર્ડ અને ફોટોગ્રાફીનો ધંધો કરતા ભાવેશ જશવંતરાય પંડ્યા એ અજાણ્યા શખ્સો સામે કાલાવડ ટાઉન પોલીસમાં એવી ફરિયાદ કરી હતી કે, તેમનું સ્પ્લેન્ડર પ્લસ નંબર જીજે10બી ડી 7624 ગત તારીખ 28ના રોજ કોલોનીમાં ઘર પાસે પાર્ક કર્યું હતું ત્યાંથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરીને લઇ ગયો છે.

બીજા બનાવમાં કાલાવડ તાલુકાના ભગત ખીજડીયામાં રહેતા ચંદ્રેશ કેશુભાઈ દેગડાનું સ્પ્લેન્ડર પ્લસ નંબર જીજે 10ડી એચ 6355 કોઈ અજાણ્યો શખ્સ શીતળા કોલોની માંથી ચોરી કરી ગયો હતો. જે અંગે ચંદ્રેશભાઇ એ ટાઉન પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS