દ્વારકાના રહેણાક મકાનોમાં તસ્કરોના પરોણા મુદ્દામાલની ચોરી

  • May 03, 2021 07:58 PM 

ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહ પૂર્વે એક રહેણાંક સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનોમાં સામૂહિક રીતે ખાતર પાડયું હતું. જેમાં રોકડ રકમ તથા દાગીનાની ચોરી થયાની ફરિયાદ શનિવારે સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ દ્વારકાના જલારામ સોસાયટી તરફ જતા માર્ગે ગત તા. 24 ના રાત્રિના સમયમાં તસ્કરોએ સ્થળે રહેતા લખમાબેન નાથાભાઈ નાગેશ નામના રબારી મહિલાના ઘરમાં તસ્કરોએ હાથફેરો કરી, દાગીના સહિતનો કેટલો માલ સામાન ચોરી કરીને લઇ ગયા હતા. આટલું જ નહીં, તેમની બાજુમાં રહેતા અન્ય બે વ્યક્તિઓના મકાનોમાં પણ તસ્કરોએ ખાતર પાડયું હતું. આમ, તસ્કરોએ આ મકાનોમાંથી કુલ રૂપિયા 44 હજારની ચોરી કર્યાની ધોરણસર ફરિયાદ લખમાબેન નાગેશ દ્વારા દ્વારકા પોલીસમાં નોંધાવતા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં આ ચોરી ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી હોવાનું એક સ્થળે સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતુંં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS