જામનગરમાં મકાનમાંથી ૪૦ હજારના મુદ્દામાલની ચોરી

  • September 14, 2021 11:33 AM 

ચાંદીના દાગીના તથા સિક્કા લઇ ગયા : પોલીસ દ્વારા કરાતી તપાસ

જામનગરના હરીયા કોલેજ રોડ પર દ્વારકેશ સોસાયટી બે, માધવબાગ ખાતે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો -ચાંદીના દાગીના સહિત ૪૦ હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે.

જામનગરના દ્વારકેશ સોસાયટી 2, માધવબાગ ખાતે 48 /3 ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના હનુમાન ગઢના વતની ટ્રાન્સપોર્ટના ધંધાર્થી રવીન્દ્ર બદ્રીપ્રસાદ સોની ઉમર ૩૨ ના રહેણાંક મકાન તારીખ 28/ 8/ 21 ના રોજ બંધ કરેલ બાદમાં તારીખ 11 /9 /21 ના અરસામાં પાછા આવેલ હોય આ સમય દરમિયાન ઘરની અંદર કોઈ અજાણ્યા શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કરીને ઘરના કબાટમાં રહેલા 334 ગ્રામ કાચી ચાંદી તથા ચાંદીની એક જોડી સાંકડા,ચાંદીના 50 ગ્રામના બે સિક્કા ચાંદીના અન્ય બે સિક્કા તેમજ ચાંદીના 10 સિક્કા, ચાર ચાંદીની માછલી મળીને કુલ 40,920 ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.

આ બનાવ અંગે રવિન્દ્રભાઈ દ્વારા સીટી-સી ડિવિઝનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેની તપાસ પીએસઆઈ ગોહિલ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પ્રણામી સ્કુલ પાસે આવેલી નીલકંઠ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી થઈ હતી જે આરોપીઓ સીસી ફુટેજમાં કેદ થયા હતા આ બનાવ અંગે મુકુંદભાઈ પાલા દ્વારા સીટી-સી ડિવિઝનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં ચાંદીની વીટી, લકી, લક્ષ્મીજીની મૂર્તિ અન છત્તર તથા ચાંદીના રમકડા હાથી ઘોડા વિગેરે અને ટેબલના ખાનામાં રાખેલા રોકડ 700 મળી કુલ ૬૫ હજાર ચારસો ઉપરોક્ત મુદ્દામાલ કોઇ ઈસમો ચોરી કરી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS