ઓખામંડળમાં જુદા જુદા સ્થળોએથી વિજ વાયરની ચોરી

  • June 21, 2021 10:52 AM 

એક વર્ષ પૂર્વેના બનાવની નોંધાઈ પોલીસ ફરીયાદ

ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાં પીજીવીસીએલ કચેરી હેઠળના હમુસર ફીડરમાંથી 720 મીટર ઈલેક્ટ્રીક વાયર, શામળાસર ફીડરમાંથી 600 મીટર ઈલેક્ટ્રીક વાયર ઉપરાંત આરંભડા જ્યોતિગ્રામ ફીડરમાંથી કુલ 960 મીટર વાયર જે તે સમયે નીચે પડી ગયેલ હોય, આ ઈલેક્ટ્રિક થાંભલા તથા વાયરમાંથી કુલ રૂપિયા 22,800/- ની કિંમતનો વીજવાયર કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ હાલ ઓખામાં રહેતા મહેશકુમાર ધીરુભાઈ પટેલ (ઉ.વ. 41) એ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવી છે.

તા. 8 જુલાઈથી તા. 20 જુલાઈ 2020 ના સમયગાળા દરમિયાન થયેલા આ બનાવ અંગે મીઠાપુર પોલીસે શનિવારે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS