હનુમાન ટેકરીમાં મકાનમાંથી એક લાખના મુદ્દામાલની ચોરી

  • September 10, 2021 11:26 AM 

મકાનમાલિક બેનના ઘરે ગયા અને પાછળથી તસ્કરો ત્રાટક્યા : રોકડ, દાગીના, કાસાની 95 થાળી, તેલના 3 ડબ્બા લઇ ગયા

આજકાલ પ્રતિનિધિ જામનગર

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરી ખુલ્લા ફાટકની બાજુમાં રહેતા રિક્ષા-ડ્રાઇવર પોતાના પરિવાર સાથે બેનના ઘરે ગયા હતા અને પાછળથી તેમના મકાનમાં તસ્કરો ત્રાટકીને રોકડ, દાગીના,ગેસના બાટલા, 95 કાંસાની થાળીઓ, તેલ ડબ્બા,સાડી વગેરે મળીને કુલ એક લાખનો મુદ્દામાલ ઉસેળી જતા પોલીસ દ્વારા એફએસએલની મદદથી તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના હનુમાન ટેકરી ખુલ્લા ફાટકની બાજુમાં રામાપીરના મંદિરની પાસે રહેતાં અને રિક્ષા ચલાવતા અશોકભાઈ ખીમજીભાઈ ગેડીયા ઉંમર વર્ષ ચાલીસ દ્વારા ગઈકાલે સીટી-સી ડિવિઝનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીના રહેણાંક મકાનમાં તારીખ આઠ થી નવ ના સમય દરમિયાન રૂમ તથા રસોડાના દરવાજા નકૂચા તોડી અંદર પ્રવેશેલા તસ્કરો રોકડ રૂપિયા ૩૧ હજાર,સોનાની એક વીટી,નાકના ચાર દાણા, ચાંદીની સાકડાની બે જોડી, એલઇડી ટીવી નંગ-૨, ગેસના 3 બાટલા,કાંસાની થાળી નંગ 95, તેલના 3 ડબ્બા અને નવી સાડી નંગ 10 મળી કુલ 100 700 ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.

આ ફરિયાદના આધારે સીટી-સી ડિવિઝન ના પીએસઆઈ વી એ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, એફએસએલની મદદ દ્વારા પોલીસે તપાસ આગળ વધારી છે, ફરિયાદી તેમના બહેનના ઘરે ગયા હતા અને પાછળથી તસ્કરોએ હાથ અજમાવ્યો હતો આ બનાવ પાછળ કોઈ જાણભેદુ છે કે કેમ?એ સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS