સામાકાંઠે કુરિયર ઓફિસમાં ૪.૬૫ લાખની ચોરી

  • September 25, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ચોર મચાએ શોર રોજીંદા કોઈક ને કોઈક સ્થળે હાથ મારીને પોલીસ ચોપડે પોતાની કામગીરીની નોંધ કરાવે છે. ત્રંબામાં ગતરાત્રે મકાનમાં લાખોની ચોરી કર્યાની ફરિયાદ બાદ શહેરમાં વધુ એક સ્થળે સામા કાંઠે કનકનગરમાં આવેલી આઈ સ્પીડ કુરીયર નામની ઓફિસમાં તસ્કરોએ ત્રાટકીને ૪.૬૦ લાખની રોકડ અને પાંચ હજારની કિંમતનો ચાંદીનો કંદોરો મળી ૪.૬૫ લાખની ચોરી કર્યાની ઘટના બી–ડીવીઝન પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.
પોલીસના સુત્રોમાંથી પ્રા થયેલી માહિતી મુજબ સામાકાંઠે કનકનગર શેરી નં.૯૧૧ના કોર્નર પર આવેલી આઈ સ્પીડ કુરીયરને તસ્કરોએ નિશાન બનાવી હતી. હર્ષ ભરતભાઈ પડીયા નામનો યુવાન તેના કાકા સાથે કુરીયર ઓફિસ ચલાવે છે. ગત રાત્રે કાકા–ભત્રીજા બન્ને ઓફિસ બધં કરીને ગયા હતા. આજે ઓફિસની સાફસફાઈ માટે હર્ષના કાકી સવારે ઓફિસે આવ્યા હતા અને ઓફિસનો દરવાજો ખુલ્લ ો જોતા તુર્ત જ પતિને જાણ કરી હતી. કાકા–ભત્રીજા બન્ને કુરીયર ઓફિસે દોડી આવ્યા હતા.
તપાસ કરતા ઓફિસના કબાટમાં તેમજ ડ્રોઅરમાં રાખેલી ૪.૬૦ લાખની રોકડ રકમ અને પાંચ હજારનો ચાંદીનો કંદોરો ગાયબ હતો.  સીસીટીવી ફટેજ ચેક કરતા શર્ટ અને ચડ્ડી પહેરેલો એક શખસ અંદર ઓફિસમાં વહેલી સવારે ૩.૨૫ના અરસામાં આવ્યો હતો અને ૨૦ મીનીટ જેવો સમય ઓફિસમાં રહ્યો હતો. આ શખસના હાથમાં ડીસમીસ જેવું હથીયાર હતું. તેણે ઓફિસમાં પ્રવેશ કબાટ અને ડ્રોઅર ખોલી ૪.૬૫ લાખની માલમત્તા ચોરી લીધાનું માલુમ પડયું હતું.
બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા બી–ડીવીઝન પોલીસ, ક્રાઈમ બ્રાંચ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસ માટે કાયમીપણે હાથ વગુ હથીયાર એવા સીસીટીવીનો સહારો લેવાયો હતો. જેમાં દેખાતો શખસ દુકાન બહાર કયા રસ્તે ગયો તે માટે કનકનગરના એ વિસ્તારના અલગ અલગ સીસીટીવી ચેક કરવા પોલીસે કવાયત આરંભી છે. ચોરાયેલી રકમ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં રહેતા અને રાજકોટમાં સામાકાંઠે ચાંદી કામ કે આવા કામમાં જોડાયેલા પરપ્રાંતીય લોકોએ તેમના વતન મોકલાવા આપેલા કવરો પૈકીની હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application