ગાયકવાડીમાં આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટમાં પહેલા મળે આવેલા બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ સહિત રૂપિયા 44,500 ની મત્તા ચોરી કરી ગયા હતા. બાજુમાં જ આવેલા અન્ય ફ્લેટને પણ નિશાન બનાવ્યો હતો પરંતુ ફ્લેટ ધારક હાલ લખનઉ હોય તે ફ્લેટમાં કેટલી મત્તાની ચોરી થઇ તે જાણી શકાયું નથી.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જંકશન પ્લોટ વિસ્તારમાં ગાયકવાડી શેરી નંબર 10 ગંગોત્રી એપાર્ટમેન્ટમાં પહેલા માળ રહેતા સોનલબેન ઉદયભાઇ પીઠડીયા (ઉ.વ 45) નામના મહિલાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીં તે તથા તેમના પતિ અને તેમના માતા સાથે રહે છે.
ગઇ તા. 26/4 ના સાંજના પાંચેક વાગ્યે તે તથા તેમના પતિ અને તેમના માતા ઇન્દુબેન જે અગાઉ જામનગર રહેતા હોય તે ઘરે થોડો ઘરવખરીનો સામાન પડ્યો હોય તે લેવા માટે ગયા હતા અને ત્યાં જ રોકાયા હતા. તા. 27 ના સવારના 7:30 વાગ્યા આસપાસ અહીં ફ્લેટમાં રહેતા પાડોશી કવિતાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ઘરનું તાળું તૂટેલું છે અને સામાન વેરવીખેર છે. જેથી મહિલાએ અહીં નજીકમાં રહેતા તેમના દેરાણી ક્રિષ્નાબેનને ફોન કરી ઘરે જવા કહ્યું હતું બાદમાં તેઓ પણ અહીંથી રાજકોટ આવવા નીકળી ગયા હતા.
અહીં ઘરે આવી જોતા રૂમનો દરવાજો ખુલ્લો હોય અંદર સામાન વેરવિખેર પડ્યો હતો. બાદમાં તપાસ કરતા કબાટમાં રાખેલ તિજોરીમાંથી સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાનું પેન્ડલ, ચાંદીની બંગડી, ચાંદીની નાની ગાયની મૂર્તિ, ચાંદીના સિક્કા, ચાંદીનો નાનો તુલસીનો ક્યારો સહિત કુલ રૂપિયા 22,500 ના સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 44,500 ની મત્તાની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.
મહિલાની બાજુમાં જ આવેલા ફ્લેટ નંબર-૩ માં ભાડેથી રહેતા રાજુભાઈ ઉપાધ્યાયના ઘરના તાળા પણ તૂટેલા હોય અને તેઓ હાલ લખનઉ હોય જેથી તેને ફોન કરી જાણ કરતા અઠવાડિયા બાદ તેઓ અહીં આવશે તેવું કહ્યું હતું. બાદમાં આ મામલે મહિલાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ચોરીના આ બનાવવાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech