શિવરાજપુર બીચમાં પાર્ક કરેલી કારના કાચ તોડી, રોકડ સહિતના સામાનની ચોરી

  • May 27, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરપ્રાંતીય યુવાનને થયો કડવો અનુભવ : ૫૪ હજારનો મુદામાલ લઇ ગયા

દેવભૂમિ દ્વારકામાં આવેલા રમણીય સ્થળ એવા શિવરાજપુર બીચમાં પરિવારનો સાથે ફરવા આવેલા મધ્યપ્રદેશના યુવાનને અહીં કડવો અનુભવ થયો હતો. જેમાં તેમની મોટરકારના કાચ તોડીને કોઈ શખ્સો રોકડ રકમ સહિતની બેગ ચોરી કરીને લઈ ગયાનો બનાવ બનવા પામ્યો છે.
આ બનાવ અંગે મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં રહેતા આશિષભાઈ ઉર્ફે ગોલુભાઇ શ્રીભાનુપ્રસાદ પાંડે નામના ૩૯ વર્ષના બ્રાહ્મણ યુવાને દ્વારકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી આશિષભાઈ પાંડે તથા તેમના પરિવારજનો તેમની એમ.પી. ૨૦ ઝેડ.ડી. ૮૪૮૦ નંબરની કિયા મોટરકારમાં દ્વારકા પંથકમાં ફરવા આવ્યા હતા. ત્યારે ગઈકાલે શુક્રવારે સાંજના સમયે તેઓએ પોતાની મોટરકાર શિવરાજપુર બીચના પાર્કિંગમાં પાર્ક કરીને રાખી હતી.
ત્યારે કોઈ અસામાજિક તત્વોએ તેમની કારના દરવાજાના કાચ તોડી નાખી અને તેમાં રહેલી બે બેગ કે જેમાં રહેલા રૂપિયા ૫૦,૦૦૦ રોકડા તેમજ કપડાં સહિતનો કુલ રૂપિયા ૫૪,૫૦૦નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનું જાહેર થયું છે. આ બનાવ અંગે દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ ૩૭૯ તથા ૪૬૧ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application