પોરબંદરમાં બ્રેકર મશીન અને ગ્રાઈન્ડર સહિત મુદામાલની થઇ ચોરી

  • August 23, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં બ્રેકર મશીન અને ગ્રાઈન્ડર સહિત મુદામાલની બિરલા ફેક્ટરી સામે ચોરી થતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
મુળ મેખડી તથા હાલ ખાપટના ગાયત્રીનગર-૪ માં રહેતા સરમણભાઈ જેતશીભાઈ પરમાર દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે કે,બિરલા ફેક્ટરી સામે હનુમાન મંદિર પાસે અજાણ્યા તસ્કરોએ તા.૧૮/૮ ના રાત્રે ૧૦:૦૦ વાગ્યાથી તા.૧૯/૮ ના સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં સરમણભાઈના એક લાખ ચાર હજારની મશીનરીની ચોરી થયાનું જણાવ્યું છે જેમાં ૭૦,૦૦૦ ‚પિયાનું બ્રેકર મશીન તથા ગ્રાઈન્ડર મશીન,૧૫૦૦ ‚પિયાનું એલ.ઈ.ડી.લાઈટ,કેબલ,કોપર કેબલ સહિત કુલ ‚.એક લાખ ચાર હજારનો મુદામાલ ચોરાયો છે,જેથી અજાણ્યા તસ્કર સામે તેમણે ગુન્હો નોંધાવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application