જેતપુરમાં વેપારીના મકાનમાં બાકોરું પાડી ‚ા.૭.૮૦ લાખની મત્તાની ચોરી

  • July 24, 2024 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરમાં રાજેશ્વરી સોસાયટીમાં રહેતા વેપારીના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી અહીં રસોડામાં આવવાના દરવાજામાં બાકોરૂ પાડી મકાનમાંી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા ૭.૮૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે વેપારીએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીના પત્ની હાલ બીમાર હોય જેી તેઓ હોસ્પિટલે ગયા હતા દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં રાજેશ્વરી સોસાયટી ઇન્દ્રેશ્વર મંદિર પાસે રહેતા જયદીપ દલસુખભાઈ કેસરિયા (ઉ.વ ૩૮) નામના વેપારીએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં પત્ની અને બે પુત્ર સો રહે છે તેમજ જેતપુરમાં બસસ્ટેન્ડ ચોકમાં આવેલી મહાવીર શોપિંગ સેન્ટરમાં મનીષકુમાર દલસુખભાઈ નામની પેઢીમાં ડુંગળી અને બટેટાનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.વેપારીના પત્ની પૂજાબેનની તબિયત સારી ન હોય જેી તેને જેતપુર કણકીયા પ્લોટમાં આવેલી ધર્મેશ્વર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરંતુ તબિયતમાં સુધાર તો ન હોય તારીખ ૨૨/૭ ના યુવાનનો સાળો પ્રતીક રાજકોટી બસીર બાપુને લઈ આવ્યો હતો અને તેમને દોરા ધાગા કર્યા હતા. બાદમાં યુવાન પત્ની પાસે હોસ્પિટલ ખાતે ગયા હતા.દરમિયાન તારીખ ૨૩/૭ ના બપોરના સમયે યુવાન તેના પિતાજીના ઘરેી જમ્યા બાદ અહીં મકાને જતા ડેલાને તાળું માર્યું હોય પરંતુ મકાનમાં મેઇન દરવાજો તૂટેલો હતો અને દરવાજો ખુલતો ન હોય શંકા ગઈ હતી ઘરમાં જઇ જોતા રસોડામાં આવવાના દરવાજામાં બાકોરૂ પાડ્યું હોવાનું માલુમ પડ્યું હતું બાદમાં ઘરમાં તપાસ કરતા સામાન વેર વિખેર હતો.તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી અહીં લોકરમાં વેપારીના ધંધાની રોકડ રૂ.૩.૮૫ લાખ તેમજ સોનાના બે સેટ, ત્રણ વીંટી,મંગલસૂત્ર,ચેન, પાટલા સહિતના સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૩.૯૫ લાખ સહિત કુલ રૂપિયા ૭.૮૦ લાખની મત્તા ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેી વેપારીએ આ અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application