ધ્રોલના વાંકીયામાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 18 હજારના મુદ્દામાલની ચોરી

  • July 23, 2021 10:34 AM 

ત્રણ દિવસ પૂર્વે અજાણ્યા શખ્સો કળા કરી ગયા

ધ્રોલ તાલુકાના વાકિયા સમસાન રોડ પર વિજ ટ્રેન્સફોર્મરમાંથી 18 હજારના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

ધ્રોલ તાલુકાના વાક્ય સ્મશાન પાસે વીજકંપનીના સરકારી થાંભલાના ટ્રાન્સફોર્મમાંથી કોઈ અજાણ્યા શખ્સો ગત તારીખ 20/ 7/ 21 ના સમયગાળા દરમિયાન સ્ટડ કોપરની કોયલ, કોર વિગેરે મળી કુલ18 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા છે.

આ અંગે નાયબ ઈજનેર વીરલ રમણભાઈ પંચાલ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS