શહેરના યુનિવર્સિટી રોડ પર જલારામ શેરી નંબર 2 માં આવેલી ઈલેક્ટ્રીકની દુકાનમાં આગળના દરવાજાનો આંગળીઓ ખોલી દુકાનના ફળિયામાં રહેલ રૂપિયા 1.04 લાખની કિંમતના કેબલ વાયરની ચોરી કરી ગયા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે શિવ આસ્થા રેસિડેન્સી શેરી નંબર 2 માં રહેતા વેપારી મહેશ પ્રવીણભાઈ અકબરીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના યુનિવર્સિટી રોડ પર જલારામ શેરી નંબર 2 જાનકી માર્ગ પીઝા કન્ટ્રીવાળી શેરીમાં વ્રજ ઇલેક્ટ્રો ટ્રેડ નામે દુકાન ચલાવે છે.
ગત તા.30/3 ના રવિવાર હોવાથી બપોરના 1:00 વાગ્યા આસપાસ દુકાનનો અંદરનો દરવાજો લોક કરી બહારના દરવાજાને આંગળીઓ મારી તેઓ ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે તારીખ 31/3 ના સવારના આઠેક વાગ્યે દુકાને આવી જોતા બહારનો દરવાજો ખુલ્લો હતો અને દુકાનનો બીજો અંદરનો દરવાજો લોક હતો દુકાનના ફળિયામાં રહેલ બધો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, દુકાનના ફળિયામાંથી 16 સ્ક્વેર એમએમનો કોપરનો ફ્લેક્સિબલ કેબલ 500 મીટર કિં.રૂ. 83554 તથા 10 એમેમ નું કોપરનો ફ્લેક્સિબલ કેબલ 200 મીટર કિંમત રૂપિયા 21,444 ની ચોરી થઈ ગઈ હોવાનું માલુ પડ્યું હતું. આમ કોઈ અજાણ્યા શખસે અહીં દુકાનનો દરવાજો ખોલી કુલ રૂપિયા 1.04 લાખની કિંમતનો વાયર ચોરી કરી ગયા અંગે તેમણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
સ્કૂલની ઓફિસમાંથી વિદ્યાર્થીનીનો મોબાઇલ ચોરાયો
રાજકોટ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા રસિકભાઈ કાનજીભાઈ ચાવડા(ઉ.વ 42) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમની દીકરી ત્રિકોણબાગ પાસે આવેલી ગર્લ્સ હાઇસ્કુલ લમાં ધો.9 માં અભ્યાસ કરે છે. ગત તા. 26/3 ના સવારના સાતેક વાગ્યા આસપાસ દીકરી સ્કૂલે ગઈ હતી ત્યારે તેની પાસે રહેલો મોબાઈલ અહીં સ્કૂલની ઓફિસમાં જમા કરાવ્યો હતો. બાદમાં બપોરના 1:00 વાગ્યા આસપાસ રજા પડતા અહીં ઓફિસે મોબાઈલ લેવા જતા મોબાઈલ જોવા મળ્યો ન હતો. આજુબાજુમાં ફોનની તપાસ કરી હતી પરંતુ ફોન ક્યાંય ન મળી આવતા રૂપિયા 13,000 નો મોબાઈલ ફોન શાળાની ઓફિસમાંથી ચોરી થયા અંગે પ્રથમ ઇ એફઆઈઆર કર્યા બાદ વિદ્યાર્થીના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech