શહેરના મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ સ્ટેશન ૫૦ મીટરના અંતરે આવેલા શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં રાત્રિના તસ્કરે અહીં મંદિરમાં પ્રવેશી દાન પેટીમાંથી રોકડ પિયા ૧૨,૦૦૦ ની ચોરી કરી હતી. મોઢે માલ અને ટોપી બાંધી આવેલા આ શખસે મંદિરમાં આવતા જ છે સીસીટીવી કેમેરા બધં કરી દીધા હતા.
બાદમાં તેણે ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો. જે અંગે મંદિરના ટ્રસ્ટી દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવને લઈ માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી ચોરીના આ બનાવમાં રીઢા તસ્કરને ઝડપી લીધો હતો. આરોપી અન્ય કોઈ ધાર્મિક સ્થળને આ પ્રકારે નિશાન બનાવ્યું છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મવા ગામે જયનાથ પાર્ક શેરી નંબર–૧ માં રહેતા દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. ૪૨) દ્રારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. દેવેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, તેઓ મવડી મેઈન રોડ પર શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ટ્રસ્ટી છે. ગત સોમવારે તેમને અહીં મંદિરના પગીએ જાણ કરી હતી કે, દાન પેટીનું પાત થોડું વળેલું હોય જેથી ચોરી થઈ હોય તેવી શંકા ગઈ હતી. બાદમાં ફરિયાદી તથા મંદિરના અન્ય ટ્રસ્ટીઓ અહીં મંદિરે ગયા હતા. અહીં સીસીટીવી ફટેજ ચકાસતા રાત્રિના પોણા ત્રણ વાગ્યે કોઈ શખસે મંદિરમાં પ્રવેશ કર્યા બાદ સીસીટીવી કેમેરાનો પાવર કટ કરી નાખ્યો હોવાનું માલુમ પડું હતું. જેથી ચોરી થયાની શંકા દ્રઢ બની હતી. બાદમાં દાન પેટીમાં તપાસ કરતા તેમાં રહેલી અંદાજિત રોકડ રકમ પિયા ૧૨૦૦૦ ની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે માલવીયાનગર પોલીસને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને લઇ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઈની રાહબરી હેઠળ પી.એસ.આઇ ડી.એસ. ગજેરા તથા ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે મંદિર આસપાસના સીસીટીવી ફટેજ ચકાસતા અગાઉ મંદિર સહિતની ચોરીઓમાં પકડાઈ ચૂકેલો રીઢો તસ્કર નજરે પડતા પોલીસે મેહત્પલ ધમજી નામના આ શખસને તાકીદે ઝડપી લઇ ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, મંદિર ચોરીમાં ઝડપાયેલા મેહત્પલ સામે અગાઉ શહેરના અલગ– અલગ પોલીસ સ્ટેશનમાં મળી ૩૦ થી વધુ ગુના નોંધાઈ ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ આ પ્રકારે અન્ય કોઈ ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યું છે કે કેમ તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે
દાન પેટી તૂટી હોય તેવી શંકા પણ ન જાય તે પ્રકારે ચોરી કરી
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી મેહત્પલ રીઢો ગુનેગાર હોય અને અગાઉ પણ તેણે ધાર્મિક સ્થળે આ પ્રકારે ચોરી કરી હોય જેથી તે આ કામમાં માહીર બની ગયો છે. તે મોઢે માલ અને ટોપી પહેરી અહીં મંદિરમાં આવ્યો હતો. બાદમાં દાન પેટીને ખૂબ જ ચીવટપૂર્વક તોડી તેમાંથી રોકડ રકમ કાઢી લીધી હતી. બાદમાં પેટી બધં પણ કરી દીધી હતી જેથી દાન પેટી તૂટી હોય તેવી શંકા ન ઉપજે. બીજે દિવસે પૂજારી આવ્યા હતા ત્યારે તેમને આ બાબતે કોઈ શંકા ગઈ ન હતી. પરંતુ પેટીનું પત વળેલું હોય જે અંગે પગીનું ધ્યાન જતા ચોરી થયાનું માલુમ પડું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસની દેઓલની ફિલ્મ જાટ પહેલા જ દિવસે ઠુસ્સ
April 11, 2025 12:09 PMભગવાન કાર્તિકેયસ્વામીની શોભાયાત્રા નીકળી : શ્રઘ્ધાળુઓએ લાંબા સળીયા મોઢાની આરપાર
April 11, 2025 12:09 PMજામનગર શહેર સહિત સમગ્ર હાલારમાં કાલે હનુમાન જયંતિની ઉજવણી
April 11, 2025 12:06 PMઆ રાશિના લોકોના જીવનસાથી સફળતા મેળવી શકે, નવા લોકો પર વધારે વિશ્વાસ ન કરો
April 11, 2025 12:04 PMહર્ષદ પહોંચેલી શોભાયાત્રાનું મંત્રી દ્વારા ભવ્ય સ્વાગત
April 11, 2025 11:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech