સખવદરનાં યુવાને માનવતાની મહેક પ્રસરાવી

  • October 17, 2024 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલના સમયમાં બે ટકના ભોજન માટે સતત જજુમતો રહેતા મનાવીમાં હજી પણ માનવતા યથાવત છે. સિહોરના બ્રહ્મભટ્ટ પરિવારના સભ્યો મહુવાના કાકીડી ગામે પુત્રની સગાઈ નું ઘરેણું આપવા જઈ રહ્યા હતા ત્યારે સિહોરના સર ગામના પાટિયાથી કાજાવદર ગામની વચ્ચે સોના-ચાંદીના દાગીના અને મીઠાઈ ભરેલી બેગ રસ્તામાં ભૂલથી પડી ગયેલ અને આ પરિવાર દ્વારા અનેક જગ્યાએ શોધખોળ કરવા છતાં ન મળતા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવતા અને જેઓને આ બેગ મળી હતી તેઓએ  રાહ જોઈ અને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરાતા આ બેગની ખબર પડતાં સિહોરના સર ગામ પાસે આવેલ
સર્વોત્તમ દાણ ફેકટરીમાં નોકરી કરતા સખવદર ગામના યુવાન કિશનભાઈ રામભાઈ ગોહિલ રબારીને આ બેગ મળી હતી તેઓએ સર ગામના પાટિયા પાસે આવેલ હોટલ માલિક અને ત્યાંની બેઠકના સર્વોત્તમ ડેરીમાં ચાલતા વાહનોના માલિકને વાત કરતા ખોવાયેલ વસ્તુના માલિક હસમુખભાઈ દેવલુક અને કિશનભાઈ રામભાઈ ગોહિલ રબારી સાથે મેળાપ કરાતા વસ્તુ અને બિલની ખરાઈ કરીને મૂળ માલિકને પરત કરી સૌરાષ્ટ્રના નાના વિસ્તારોમાં આજે પણ માણસાઈ જીવંત છે તેનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. 
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application