મોટાભાઈએ દુષ્કર્મ આચર્યું, નાના ભાઈએ લગ્નનું કહી ચાર વર્ષ યુવતીનું શોષણ કર્યું

  • June 19, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપર-વેરાવળમાં દુષ્કર્મની એક ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં શાપરમાં રહેતા શખસે ચાર વર્ષ પુર્વે યુવતી પર દુષ્કર્મમાં આચર્યું હતું. જે ઘટનાની જાણ યુવતીના પરિવારજનોને થતા બંનેના પરિવારો વચ્ચે વાતચીત થઈ હતી અને આરોપીના નાના ભાઈએ યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપતા સમાધાન થયું હતું. બાદમાં તે મૈત્રી કરાર કરી યુવતી સાથે રહેતો હતો અને ચાર વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કયર્િ બાદ તેણે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.
જેથી અંતે આ મામલે યુવતીએ બંને ભાઈઓ સામે દુષ્કર્મ-છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપરમાં રહેતી 30 વર્ષીય યુવતીએ શાપર વેરાવળમાં રહેતા હરેશ દેવજીભાઈ સોંદરવા અને અમરશી દેવજીભાઈ સોંદરવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ 376 અને 406, 420 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
યુવતીએ ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ ચાર વર્ષ પૂર્વે આરોપી અમરશી દેવજી સોંદરવાએ તેના પર દુષ્કર્મ આચાર્યું હતું. જે અંગે તેણે પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં બંનેના પરિવારજનો વચ્ચે વાતચીત થયા બાદ અમરશીના નાના ભાઈ હરેશે યુવતી સાથે લગ્નનો વાયદો આપ્યો હતો અને આ શરતે સમાધાન થયું હતું જેથી અમરશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
બાદમાં હરેશ અને યુવતી બંને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. આ દરમિયાન યુવતીએ અવારનવાર તેને લગ્નનું કહ્યું હતું પરંતુ હરેશ વાયદાઓ આપ્યે રાખતો હતો દરમિયાન હરેશે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાની યુવતીને જાણ થતા તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું અને હરેશે આટલો સમય સુધી તેનું શોષણ કર્યું હોવાનું માલુમ પડતા અંતે તેણે આ અંગે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં હરેશ અને તેના ભાઈ અમરશી બંને વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application