ખરેડીમાં જાંબુ તોડતી તરુણીને વીજ શૉક ભરખી ગયો

  • June 16, 2021 11:34 AM 

કુંભનાથપરાના યુવાને ઝેરી દવા પી આયખુ ટૂંકાવ્યું

કાલાવડના ખરેડી ગામમાં ઝાડ પર ચડીને સળિયા વડે જાંબુ તોડતી વેળાએ અકસ્માતે વીજ શૉક લાગતાં પરપ્રાંતિય તરુણીનું મૃત્યુ થયું છે જ્યારે કાલાવડના કુંભનાથપરામાં રહેતાં કોળી યુવાને કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક દવા ગટગટાવી લેતાં સારવારમાં દમ તોડ્યો હતો.

કાલાવડના ખરેડી ગામમાં રહેતી કેશાનબેન ઈસલિયાભાઈ બામણિયા (ઉ.વ.15) નામની તરુણી ગઈકાલે ખરેડી ગામે મથુરભાઈની વાડીએ જાંબુના ઝાડ પર લોખંડના સળિયા વડે જાંબુ તોડવા માટે ચડી હતી. ત્યારે જાંબુ તોડતી વખતે સળિયો ઈલેક્ટ્રિકના વાયરને અડકી જતાં શૉક લાગવાથી તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.

આ અંગે હાલ ખરેડીમાં રહેતાં સાહેલીબેન ઈસલિયાભાઈ દ્વારા કાલાવડ (ગ્રામ્ય) પોલીસમાં જાણ કરવામાં આવી હતી. તરુણીના મૃત્યુના બનાવથી ભીલ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.અન્ય એક બનાવમાં કાલાવડના કુંભનાથ પરામાં રહેતાં ભૂપતભાઈ બચુભાઈ વાઘેલા (ઉ.વ.37) નામના યુવાને બે દિવસ પહેલાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતાં અત્રેની જીજી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયાંનું પંકજભાઈ વાઘેલા દ્વારા પોલીસમાં જાણ કરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS