જામનગરના જાણીતા પત્રકાર ગીરીશભાઈ ગણાત્રાના યુવાન પુત્રનું અકસ્માતમાં મૃત્યુ

  • March 01, 2021 11:32 AM 

પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી: સદગતની અંતિમયાત્રામાં પત્રકારો, રાજકીય આગેવાનો સહિતના અનેક લોકો જોડાયા

જામનગરના જાણીતા પત્રકાર ગીરીશભાઈ ગણાત્રા ના યુવાન પુત્રનું અકસ્માતમાં મૃત્યુ નીપજતા પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. આજે સવારે સદગતની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી જેમાં પત્રકારો, રાજકીય આગેવાનો સહિતના અનેક લોકો જોડાયા હતા. સદગતની પ્રાર્થનાસભા ગુરુવારે પાબારી હોલ ખાતે રાખવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગરના જાણીતા પત્રકાર ગીરીશભાઈ ગણાત્રાના યુવાન પુત્ર ગુંજન ઉંમર વર્ષ 30 નું ગતરાત્રીના એરપોર્ટ રોડ પર સામસામે બાઇક અથડાતા કરૂણ મૃત્યુ નિપજતા અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અકસ્માતમાં અન્ય એકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું,

ગુંજનભાઈ ગણાત્રાનું મૃત્યુ નિપજયાના સમાચારો વહેતા થતાં પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. દરમિયાનમાં સદગતની અંતિમ યાત્રા આજે સવારે આરામ હોટલની બાજુમાં આવેલા ગોલ્ડ નેસ્ટ એપાર્ટમેન્ટ તેમના નિવાસસ્થાન ખાતેથી નિકળી હતી. સદગતની અંતિમ યાત્રામાં પત્રકારો, રાજકીય આગેવાનો, લોહાણા સમાજના અગ્રણીઓ સહિતના અનેક લોકો જોડાયા હતા. યુવાનના મૃત્યુથી ભારે ગમગીની છવાઇ ગઇ હતી. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે સાંજે ચારથી પાંચ દરમિયાન જામનગરના પાબારી હોલ ખાતે રાખવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS