પ્રેમ પ્રકરણ મુદ્દે રાપરના ચિત્રોડના યુવાનનું અપહરણ કરી માર માર્યો

  • April 04, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાપર તાલુકાના ચિત્રોડ ગામે રહેતા ૧૯ વર્ષીય યુવાનનું પ્રેમ પ્રકરણ સબબ અપહરણ કરી યુવતીના પરિવારજનોએ તેના પર છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ચિત્રોડમાં રહેતા રાજેશ માનસીભાઈ પરમાર(ઉ.વ ૧૯) નામના યુવાનને ગામમાં જ રહેતી અને દૂરના સગામાં થતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને બંને અહીંથી ભાગી અમદાવાદ ચાલ્યા ગયા હતા. બાદમાં યુવાન અહીં પરત આવ્યો હતો અને યુવતીને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી.
આ બાબતનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ જેમાં અમરા મેઘા રાઠોડ, ભરત અમરા,સવસી દેશા સહિતનાએ મળી રાજેશ પરમારનું અપહરણ કરી તેના પર છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ઇજા પહોંચતા પ્રથમ કચ્છમાં બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application