સરમત ગામના યુવાને સસરા-સાળાના ત્રાસથી કંટાળી ઝેર પીધું

  • June 28, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિસામણે ચાલી જતા સાસરીયાઓ પરેશાન કરતા હોવાની કેફીયત :  યુવાનને સારવારમાં ખસેડાયો

જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા એક ખેડૂત યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેની સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
 જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હરેશ બાબુભાઈ સરવૈયા નામના એક યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેમને ગંભીર હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે.
 દવા પી લેતા પહેલાં તેણે વિડીયો બનાવ્યો હતો, અને પોતાના સસરા નિવૃત્ત જમાદાર તેમજ સાસુ અને સાળા દ્વારા વારંવાર ત્રાસ અપાતો હોવાથી આ  બાબતનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો.
 જે મામલે સિક્કા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ પટેલ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને તેનું નિવેદન નોંધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જેવી દવા પી લેનાર યુવક બેશુદ્ધ અવસ્થામાં હોવાથી તેનુ નિવેદન નોંધી શકાયું નથી, આ મામલે પોલીસ ઉડાણપૂર્વકની તપાસ ચલાવે છે.
 ઝેરી દવા પી લેનાર યુવાન હરેશ સરવૈયાના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા રાજકોટમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીની પુત્રી સાથે થયા હતા. ત્રણ વર્ષ સુધી લગ્નજીવન ચાલ્યા પછી છેલ્લા બે વર્ષથી પત્ની રિસાઈને માવતરે ચાલી ગઈ છે.જેના સસરા અને સાળો અવારનવાર હેરાન પરેશાન  કરતા હોવાથી આ પગલું ભરી રહ્યા છે તેવો વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ કર્યો હતો જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે હાલ યુવાનને અત્રેની હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application