ખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં રહેતા એક યુવાને ઝેરી દવા પીને મોત મીઠું કરી લીધુ છે, ઉઘરાણીથી કંટાળીને પગલુ ભર્યાનું પોલીસ ચોપડે જાહેર કરાયું છે.
ખંભાળિયા તાલુકાના ધરમપુર વિસ્તારમાં રહેતા વિમલભાઈ મોહનભાઈ નકુમ નામના ૩૨ વર્ષના યુવાને ગત તારીખ ૩૧ જાન્યુઆરીના રોજ પોતાના હાથે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક યુવાનને તેઓની ઉઘરાણીના રૂપિયા બાબતે અવારનવાર ફોન આવતા હોવાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું મૃતકના પિતા મોહનભાઈ શામજીભાઈ નકુમે અહીંની પોલીસમાં જાહેર કર્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
***
જામનગરના બાલાજીપાર્કના યુવાનનું હૃદય બંધ પડી ગયું: બેભાન હાલતમાં જી.જી. હોસ્પીલ સારવારમાં દમ તોડયો
જામનગરના બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષનો એક યુવાન બેભાન થઇ જતા જી.જી. હોસ્પીટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જયાં મૃત્યુ નિપજયું છે, યુવા વર્ગમાં અચાનક મૃત્યુના બનાવોનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહયું છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગરના બાલાજી પાર્કમાં રહેતા રવિન્દ્રસિંહ માનસંગજી જેઠવા (ઉ.વ.૩૫) નામનો યુવાન ગત તા. ૧ના રોજ જી.જી. હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો યુઆઇસીયુમાં સારવાર ચાલતી હતી અચાનક બેભાન થઇ જતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું. આ અંગે સીટી-સીમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech