બસપોર્ટની લિફટમાં યુવક ફસાયો, ફાયરબ્રિગેડની ટીમે દોડીને બચાવ્યો

  • May 17, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કરોડોના ખર્ચે બનેલું છતાં ગીચતા, જગયાથી લઈ પોલીસ ચોકીના અભાવ સુધી ચર્ચાના ચકડોળે રહેતું રાજકોટ બસપોર્ટ આજે બિલ્ડિંગની લીફટને લઈને ચર્ચાસ્પદ બન્યું હતું. લીફટમાં બીજા માળેથી ગ્રાઉન્ડ ફલોર પર આવતો યુવક લીફટમાં ક્ષતિ સર્જાતા અધવચ્ચે જ ફસાઈ જતાં ફાયરબ્રિગેડની ટીમે દોડી જઈને યુવકનો જીવ બચાવ્યો હતો.

બસપોર્ટમાં લીફટની અંદર ફસાયાનો જયેશભાઈ જોષીએ ફોન કરતા બસપોર્ટની બાજુમાં જ મહાપાલિકા કચેરીમાંથી ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી પહેલા અને બીજા માળ વચ્ચે ગેપમાં લીફટ બધં પડી ગઈ હતી અને દરવાજા પણ બધં હતા. અંદર યુવક ફસાયેલો હતો. ફાયરની ટીમે લીફટનો દરવાજો ખોલ્યો હતો. બન્ને માળના ગેપ વચ્ચે લીફટમાં રહેલા યુવકને ખેંચીને બહાર કાઢયો હતો.
ફાયરબ્રિગેડના સૂત્રોની યાદી મુજબ દેવેન્દ્ર જોષી ઉ.વ.૩૯ ૮૦ ફત્પટ રોડ પર વાણિયાવાડી શેરી નં.૭માં રહેતો હોવાનું જાણવા મળે છે. ગઈકાલે સાંજે બસપોર્ટમાં બીજા મજલે ભોજનાલયમાં જમવા માટે ગયો હતો અને ત્યારે આ ઘટના ઘટી હતી. યુવક બચાવવાની કામગીરીમાં ફાયરબ્રિગેડ સ્ટાફના સંજય મકવાણા, હરિશ ચંદ્રસિંહ, સામતભાઈ, અર્જૂનસિંહ અજય સિંહ, મયુર પટેલ, અવિનાશ કંટોલિયા, આદિત્ય રાઉત, ભરતભાઈએ જહેમત ઉઠાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application