હાલારમાં વરસાદની રાહમાં જગતનો તાત : તાપમાન 35 ડીગ્રી

  • June 24, 2021 11:48 AM 

હવે અઠવાડીયા બાદ વરસાદ આવશે તેવી હવામાન ખાતાની આગાહી, પરંતુ હાલારના ખેડુતોએ મગફળી અને કપાસનું પુરજોશમાં વાવેતર શ કર્યુ

જામનગર સહિત સમગ્ર હાલારમાં ત્રણ-ચાર દિવસ મેઘરાજાએ ગામડાને ધમરોડયા બાદ વિરામ લીધો છે, હવે ફરીથી ગરમી શ થઇ છે, જગતના તાતે જીલ્લામાં મગફળી અને કપાસનું પુરજોશમાં વાવેતર શ કરી દીધું છે, હવામાન ખાતુ જણાવે છે કે મેઘાએ હવે પોરો લીધો છે, અને અઠવાડીયા બાદ ફરી વરસાદ આવે તેવી શકયતા છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35 ડીગ્રી, લઘુતમ તાપમાન 27.5 ડીગ્રી, હવામાં ભેજ 73 ટકા, પવનની ગતી 20 થી 25 કીમી રહી હતી.

કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. મોસમનો કુલ વરસાદમાં કાલાવડમાં 132 મીમી, જામજોધપુર 48, જામનગર 34, ધ્રોલ 57, લાલપુર 42 મીમી વરસાદ થયો છે.ખેડુતો અત્યારે તો વાવણીકાર્ય પુર ઝડપે કરી રહયા છે અને વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહયા છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર અને ધ્રોલ પંથકમાં ગામડાઓમાં સારો વરસાદ થયો છે, જામનગરથી ખંભાળીયા વચ્ચેના પટ્ટામા અત્યાર સુધીમાં દસ ઇંચ વરસાદ ખાબકી ચુકયો છે. હવે હવામાન ખાતાએ પણ અઠવાડીયા પછી વરસાદ આવશે તેવી આગાહી કરી છે ત્યારે ખેડુતો પણ વાવણીકાર્યમાં લાગી ગયા છે, જો કે આ વખતે વરસાદ સારો થાય તેવી ખેડુતોને આશા પણ બંધાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS