વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસેની એક્સ વાઈફે સાઈન્સ ટીચર સાથે કર્યા લગ્ન અને કહી આ વાત

  • March 08, 2021 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના સૌથી ધનિક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની ભૂતપૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટનાં લગ્ન શિક્ષક સાથે થયાં છે. જ્યારે મેકેન્ઝીને જેફ બેઝોસથી છૂટાછેડા લીધા બાદ 38 અબજ ડોલરના શેર મળ્યા હતા. મેકેન્ઝી સ્કોટ એક લેખક અને સમાજસેવિકા છે. તેણે અમેરિકાના સિએટલમાં રહેતા સાઈન્સ શિક્ષક ડેન જેવેટ સાથે લગ્ન કર્યાં છે. આ વાત તેણે તેના લગ્ન પછી તરત જ જાહેર કરી દીધી હતી. બીજી તરફ, જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, જેની સંપત્તિ લગભગ 176.6 અબજ ડોલર છે.

ડેન જેવેટ સિએટલમાં રહેતો સાઈન્સ શિક્ષક છે. ડેન ઘણા દાયકાઓથી શિક્ષક રહ્યો છે અને તે લેક્સાઈડ શાળામાં પણ શિક્ષક રહ્યો છે જ્યાં સ્કોટનાં બાળકો અભ્યાસ કરતા હતા.

એમેઝોનના પ્રવક્તા દ્વારા નિવેદનમાં બેઝોસે કહ્યું કે ડેન એક સારો માણસ છે અને તે આ બંને માટે ખુશ છે. 50 વર્ષિય મેકેન્ઝી સ્કોટ 53.5 અબજની સંપત્તિ સાથે વિશ્વના 22 મા સૌથી ધનિક વ્યક્તિ છે. ગયા વર્ષે જુલાઇમાં કોરોનાથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે સ્કોટ પોતે જ 116 એનજીઓને 1.68 અબજ યુએસ ડોલર આપ્યા હતા. તે યુ.એસ. માં બીજી સૌથી મોટી દાતા છે. પ્રથમ નંબર તેના ભૂતપૂર્વ પતિ જેફ બેઝોસનો છે, જેમણે 10 બિલિયન ડોલર દાન આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS