બે મિત્રોની કમાલ : રાજકોટમાં ચંદ્રયાન સાથે બનાવી ગણેશની મૂર્તિ, જુઓ Video...

  • September 18, 2023 12:24 PM 

આવતીકાલે સમગ્ર દેશમાં બાપ્પા મોરીયાનો નાદ ગુંજી ઉઠશે. ગણેશ ઉત્સવને આડે બસ હવે એક જ દિવસની વાર છે. ત્યારે રાજકોટમાં ગણપતિ મહોત્સવને લઇને અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ વિવિધ શણગાર સાથે નાની-મોટી મૂર્તિઓ બનાવી છે અને તેનું ઘરે અથવા તો પંડાલમાં સ્થાપન કરવામાં આવશે. ત્યારે રાજકોટનાં બે મિત્રોએ બનાવેલી ગણપતિની મૂર્તિ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. 


આ મૂર્તિની ખાસિયત વિશે વાત કરીએ તો, માટીના કલાકાર મુકેશભાઈ વાડોલિયા અને ઈશ્વર લાઠિયાએ ગણેશોત્સવમાં પ્રકૃતિ જતનનો સંદેશો આપી ચન્દ્રયાનની સફળતાની ઉજવણી કરી છે. આ અંગે મુકેશભાઈએ જણાવ્યું હતું કે, આ મૂર્તિ બનાવતા ત્રણ દિવસ લાગ્યા હતા. જ્યારે ચન્દ્રયાનનું સફળ લેન્ડિંગ થયું ત્યારે જ નક્કી કર્યું હતું કે, આ વખતે ગણેશોત્સવમાં આ પ્રકારની મૂર્તિ બનાવશે. કોરોનાની લહેર વખતે લોકોને માસ્ક પહેરવાનો સંદેશો આપ્યો હતો. જ્યારે આ વખતે ચંદ્રયાનની થીમ પર ખાસ ગણપતિની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application