વ્યાજખોરીમાં મહિલાઓએ ઝંપલાવ્યું: યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી વાહન ઉઠાવી ગયા

  • March 16, 2024 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં વ્યાજખોરીનું દુષણ અટકવાનું નામ લેતું નથી.હવે વ્યાજખોરીમાં મહિલાઓએ પણ ઝંપલાવ્યું હોય તેમ શહેરના જામનગર રોડ પર વાંકાનેર સોસાયટીમાં રહેતા યુવાને મહિલા પાસે ૫ લાખ વ્યાજે લીધા બાદ ૯ લાખ ચૂકવી દીધા હોવાછતાં વધુ પૈસા માંગણી કરી તેની ધમકી આપવા લાગ્યા હતાં.આટલેથી ન અટકતા યુવાન સાથે મારકૂટ કરી તેનું વાહન પણ ઉઠાવી ગયા હતાં.જેથી આ મામલે યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ચાર મહિલા સહિત પાંચ સામે ફરિયાદ કરતા પોલીસે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
વ્યાજખોરીના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર સોસાયટી શેરી નંબર ૩ જૂના જકાતનાકા પાસે રહેતા ઇમરાનભાઈ કાસમભાઇ સુમરા (ઉ.વ ૩૨) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે બજરંગવાડી પાસે રાજીવનગરમાં રહેતી ઝૂબેદા જુણાચ, કુલસમબેન ઉર્ફે ગુડી દલવાણી,રસીદા જણાચ,હસીના સમા અને સાહિલ સમાના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મોબાઈલ લે વેચ નો વેપાર કરે છે.



વર્ષ ૨૦૨૩ માં જૂન મહિનામાં પૈસાની જરિયાત હોવાથી જુબેદા જુણાચ પાસેથી કટકે કટકે પિયા પાંચ લાખ વ્યાજે લીધા હતા જે તે સમયે વ્યાજનો કોઈ દર નક્કી કર્યેા ન હતો. યુવાને ઓગસ્ટ મહિના સુધીમાં વ્યાજ લીધેલી આ રકમના બદલામાં પિયા નવ લાખ ચૂકવી દીધા હતા. બાદમાં તેણે પૈસા આપવાનું બધં કરી દીધું હતું. દરમિયાન બે મહિના પછી નવેમ્બર માસમાં જુબેદા, રસિદા કુલસુમ અને હસીના ચારેયના ફોન આવા લાગ્યા હતા અને અવારનવાર પૈસાની ઉઘરાણી કરી ધમકાવા લાગ્યા હતા. ફરિયાદીના માતાને પણ ફોન કરી ધમકાવવા લાગ્યા હતા અને કહેતા હતા કે પિયા વ્યાજ સહિત આપી દેજો નહીંતર તારા ઘરમાં કોઈને જીવતા નહીં રહેવા દઉં. દરમિયાન ગઈકાલે રાત્રિના યુવાન બજરંગવાડી સર્કલ પાસે પાનની દુકાને એકટીવા લઈને ગયો હતો ત્યારે પાંચેય આરોપીઓ તેની પાસે આવ્યા હતા અને પૈસાની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા જેથી યુવાને કહ્યું હતું કે, મેં તમને બધા પૈસા વ્યાજ સહિત આપી દીધા છે હવે હત્પં પૈસા નહીં આપું આમ કહી તે પોતાનું એકટીવા લઇ નીકળવા જતાં શાહીલે તેને પકડી લઈ પાટુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાનનું એકિટવ લઇ નીકળી ગયો હતો. બાદમાં યુવાને ઘરે આવી આ ઘટના અંગે પરિવારજનોને વાત કર્યા બાદ આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેય મહિલા સહિત પાંચેય આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૮૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭,૧૧૪ અને મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application