શહેરના હનુમાન મઢી પાસે રહેતા નેપાળી પિતા–પુત્ર ઝઘડો કરી રહ્યા હોય પાડોશી શખસ સમજાવવા આવ્યો હતો. દરમિયાન આ શખસે પરિવારની દીકરી પર નજર બગાડતા તેને આવું કરવાની ના કહેતા ઉશ્કેરાય છરી વડે પરણીતા પર હત્પમલો કરી દીધો હતો. હત્પમલામાં ઘવાયેલ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હનુમાન મઢી એરપોર્ટ રોડ પર ભંગારના ડેલા પાસે રહેતા પાબેન રામબહાદુર પરિહાર (ઉ.વ ૪૦) નામના નેપાળી પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં હનુમાન મઢી પાસે જ રહેતા સમીર ફકીરનું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેમના નણદં સુશીલાબેન તથા તેમના પતિ પ્રકાશભાઈ અને તેમની દીકરી બધા અહીં ઘરે રાત્રિના જમવા માટે આવેલ હતા. ત્યારે જમવા બાદ રાત્રીના સાડા દસેક વાગ્યા આસપાસ તેમના પતિ રામબહાદુર અને પુત્ર સાગર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.
દરમિયાન અહીં લોકો એકત્ર થતાં પાડોશમાં રહેતો સમીર ફકીર અહીં આવ્યો હતો અને તે પિતા પુત્રને સમજાવતો હતો ત્યારે અહીં નણંદની દીકરી હાજર હોય સમીર તેના તરફ જતો હતો જેથી તેને તેની પાસે જવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો બાદમાં તેણે નેફામાંથી છરી કાઢી મહિલાને કપાળના ભાગે એક ઘા ઝીંકી અહીંથી નાસી ગયો હતો હત્પમલામાં ઘવાયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે આ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નથી જરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએઇમ્સના નવા ડે.ડાયરેક્ટર તરીકે કર્નલ અંકુર પ્રતાપસિંહે ચાર્જ સંભાળ્યો
March 01, 2025 03:27 PMદારૂ પી કાર લઇ નીકળેલા ડી.જે. સંચાલકે કોર્પોરેશનન વાહન સાથે અકસ્માત સર્જયો
March 01, 2025 03:21 PMમહાપાલિકા-રેલવેની બેદરકારીથી પરસાણા નગર બન્યું મચ્છર નગર
March 01, 2025 03:19 PMબે વર્ષમાં ભારતની જીડીપી માથાદીઠ 40,000 રૂપિયા વધી: એસબીઆઈ રિપોર્ટ
March 01, 2025 03:17 PMઅમેરિકાને 250 વર્ષ બાદ મળશે રાષ્ટ્રભાષા
March 01, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech