ચકલી બચાવો અભિયાન હેઠળ યોજાયેલી તસવીર સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા

  • March 18, 2021 10:25 AM 

કોર્પોરેટર ડીમ્પલ રાવલ અને શહેરની પર્યાવરણપ્રેમી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી હતી તસવીર સ્પર્ધા: સમગ્ર રાજયભરમાંથી 200 સ્પર્ધકોએ તેમની તસવીર સ્પર્ધામાં મોકલાવી હતી

તા. 20 માર્ચના દિવસને વિશ્વ ચકલી દિવસ જાહેર કરવામાં આવેલ છે, આ દિવસે સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિઑમાંથી એક ચકલીને બચાવવા માટે અનેક વિધ કાર્યક્રમો યોજાય છે, જામનગરમાં પણ છેલ્લા પાંચ વર્ષથી મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ અને શહેરની જીવદયા, પર્યાવરણપ્રેમી સંસ્થાઑ દ્વારા ચકલી બચાવો અભિયાન હેઠળ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ગત વર્ષે ચકલી બચાવો અભિયાન હેઠળ ઓપન ગુજરાત ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેના વિજેતાઓ જાહેર કરાયા છે.

ઓપન ગુજરાત તસવીર સ્પર્ધામાં ઘર આંગણાની ચકલીઓ વિષય ઉપર સમગ્ર રાજ્યમાંથી 200 થી વધુ તસ્વીરકારોએ તેમના દ્વારા ક્લિક કરવામાં આવેલી ચકલીઓની તસવીર સ્પર્ધામાં મોકલી હતી, લોકડાઉન અને કોરોના કાળને લઈને આ તસવીર સ્પર્ધાનું પરિણામ મુલતવી રાખવામા આવ્યું હતું, જે આ વર્ષે વિશ્વ ચકલી દિવસ ઉપર જાહેર કરવાં આવ્યું છે, જેમાં સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા બર્ડ વોચર આશીષભાઇ પાણખાણિયાએ સેવા આપી હતી.

તસવીર સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા અમદાવાદના તસવીરકાર શરદભાઈ દીરસા, બીજા નંબરે વિજેતા ધાંગધ્રાના ધીમંતભાઈ વ્યાસ અને ત્રીજા નંબર ઉપર જામનગરના ડીકુંજભાઈ વાઘેલાની તસવીર વિજેતા જાહેર થઈ છે, આ ઉપરાંત ભાગ લેનાર વિજેતા જાહેર થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ અને શહેરની લાખોટા નેચર ક્લબ, નવાનગર નેચર ક્લબ, બર્ડ હોસ્પિટલ, એનિમલ હેલ્પલાઇન તેમજ જાયન્ટસ ગ્રૂપ ઓફ જામનગર વેસ્ટ લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા પ્રતિવર્ષ ચકલી બચાવો અભિયાન હેઠળ છેલ્લા 5 વર્ષથી જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં લોકોને વિનામુલ્યે ચકલીના માળા તેમજ પક્ષીને પીવા માટે પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS