હાલારમાં વાદળીયા વાતાવરણ વચ્ચે 50 કી.મી. ની ઝડપે પવન ફુંકાયો

  • May 11, 2021 01:13 PM 

મહત્તમ તાપમાન 35 ડીગ્રીએ પહોચતા ગરમીમાં રાહત : બે દિવસ કેટલાક ગામોમાં પવન સાથે ધુળની ડમરી ઉડે તેવી હવામાન ખાતાની આગાહી

જામનગર સહિત સમગ્ર હાલારમાં બપોર બાદ પવન ફુંકાઇ રહયો છે પરંતુ બફારો પણ વઘ્યો છે, બપોરના 11 થી 5 દરમ્યાન અસહ્ય ગરમી જોવા મળે છે ગઇકાલે સાંજે ફરીથી સતત છઠ્ઠા દિવસે પવન ફુંકાયો હતો જેની ઝડપ 50 કીમી પ્રતી કલાક રહેવા પામી હતી. આગામી દિવસોમાં બફારો હજુ વધશે અને બે દિવસ સુધી કેટલાક ગામડાઓમાં ધુળની ડમરી ઉડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 35 ડીગ્રી, ઓછામાં ઓછુ 26.7 ડીગ્રી, હવામા ભેજ 77 ટકા અને પવનની ગતી 45 થી 50 કીમી રહી હતી.
એક તરફ લોકડાઉન જેવી સ્થીતી છે, બીજી તરફ બજારમાં પણ ગરમીના કારણે ઘરાકી ઓછી જોવા મળી છે, ગરમીના લીધે લોકો ભારે અકળાઇ ઉઠયા છે અને ઠંડા પીણાનો સહારો લઇ રહયા છે, એસી અને પંખા પુરજોશમાં ઓન થઇ ચુકયા છે, લોકો લીંબુ પાણી, ગ્લુકોઝ પાણી અને નાળીયેર પાણીનો સહારો લઇ રહયા છે જો કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેટલાક ગામડામા થોડા વાદળા છે પરંતુ હજુ બે દિવસ સુધી આ પ્રકારનો માહોલ રહે તેવી શકયતા છે. ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે.

આજે સવારે કેટલાક ગામડાઓમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યું છે જો કે ગઇકાલની જેમ બફારો તો યથાવત રહયો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે.

ગઇકાલે સાંજે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને સાંજ પડયે ઠંડો પવન ફુંકાયો હતો અને પવનની ઝડપ પ્રતી કલાક 50 કીમીએ પહોંચી હતી. જામનગરમાં અસહય ગરમીના કારણે લોકો કંટાળી ગયા છે, ચારે કોર ગરમીનો માહોલ છે જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વાદળા છવાયા હતા જેને કારણે લોકો ખુબ જ હેરાન, પરેશાન થઇ ગયા હતા.

કેટલાક ગામડાઓમાં આજ સવારથી જ ગરમીનું વાતાવરણ છે ત્યારે ગઇકાલે પણ ભારે પવનના કારણે ધુળની ડમરી ઉડી હતી, જો કે મહત્તમ તાપમાન ઘટી જવાથી ગરમીથી રાહત થઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS