જામનગરમાં બપોરે ગરમી બાદ 45 કીમીની ઝડપે પવન ફુંકાયો

  • May 07, 2021 11:21 PM 

હજુ બે દિવસ સુધી કેટાલક ગામડાઓમાં ઝાપટા પડે તેવી હવામાન ખાતાની આગાહી

જામનગર શહેર અને જીલ્લામાં બે દિવસ થી વાદળીયુ વાતાવરણ જોવા મળે છે, ગઇકાલે બપોરના અસહ્ય ગરમી થયા બાદ સમી સાંજે 45 કીમીની ઝડપે ભારે પવન ફુંકાયો હતો, કેટલાક ગામડાઓમાં આજે સવારે પણ વાદળા છે એ બે દિવસ સુધી છુટા છવાયા વરસાદી ઝાપટા પડે તેવી શકયતા છે, આ વરસે માવઠાના કારણે કેરી સહિતના ઉનાળુ પાકને ભારે નુકશાન થયું છે, કેટલાક વિસ્તારોમાં ઘઉ પણ પલળી ગયા હતા અને મરચાને પણ નુકશાન થયું છે ત્યારે આજે સવારે કેટલાક વિસ્તારોમાં વિજકાપના કારણે લોકો હેરાન, પરેશાન થઇ ગયા છે.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 38 ડીગ્રી, ઓછામાં ઓછુ 26 ડીગ્રી, હવામા ભેજ 78 ટકા અને પવનની ગતી 40 થી 45 કીમી રહી હતી.
આજે સવારે કેટલાક ગામડાઓમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યું છે જો કે ગઇકાલની જેમ બફારો તો યથાવત રહયો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે. જયારે કાલાવડ પંથકના કેટલાક ગામોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે.

ગઇકાલે ભારે ગરમીના કારણે લોકો અકળાઇ ઉઠયા હતા, એક તરફ લોકડાઉન જેવી સ્થીતી છે, બીજી તરફ બજારમાં પણ ગરમીના કારણે ઘરાકી ઓછી જોવા મળી છે, ગરમીના લીધે લોકો ભારે અકળાઇ ઉઠયા છે અને ઠંડા પીણાનો સહારો લઇ રહયા છે, એસી અને પંખા પુરજોશમાં ઓન થઇ ચુકયા છે, લોકો લીંબુ પાણી, ગ્લુકોઝ પાણી અને નાળીયેર પાણીનો સહારો લઇ રહયા છે જો કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેટલાક ગામડામા થોડા વાદળા છે પરંતુ હજુ બે દિવસ સુધી આ પ્રકારનો માહોલ રહે તેવી શકયતા છે. ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે.

ગઇકાલે સાંજે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને સાંજ પડયે ઠંડો પવન ફુંકાયો હતો અને પવનની ઝડપ પ્રતી કલાક 45 કીમીએ પહોંચી હતી. જામનગરમાં અસહય ગરમીના કારણે લોકો કંટાળી ગયા છે, ચારે કોર ગરમીનો માહોલ છે જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વાદળા છવાયા હતા જેને કારણે લોકો ખુબ જ હેરાન, પરેશાન થઇ ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS