વન્ય પ્રાણી દીપડો કૂવામાં ખાબક્યો

  • June 10, 2020 05:31 PM 4300 views

છોટાઉદેપુર ના રૂનવાડ ગામે વન્ય પ્રાણી દીપડો કૂવામાં ખાબક્યો, વન વિભાગના 3 કલાકના રેસ્ક્યુ બાદ દીપડા ને સુરક્ષિત બહાર કઢાયો

છોટાઉદેપુર નજીક રૂનવાડ ગામે રાત્રી દરમિયાન શિકાર ની શોધમાં વન્ય પ્રાણી દીપડો ઘર નજીક આવેલા એક 50 ફુટ ઊંડા કૂવામાં ખાબકી ગયો. કૂવામાં મોટર મૂકવા માટે એક પાટિયું મૂકાયું હતું દીપડા એ આ પાટિયા ના સહારે આખી રાત કૂવામાં વિતાવી. વન વિભાગને જાણ થતાં નાયબ વન સંરક્ષક સહિત રેસ્ક્યુ ટિમ વહેલી સવારે જ ઘટના સ્થળે પહોંચી. દીપડાને ડાટ મારી બેહોશ કરવું દીપડાના જીવ માટે જોખમી હતું જેથી વન વિભાગે કૂવામાં નિસરણી ઉતારી, દીપડો જાતે જ નિસરણી ના સહારે બહાર નીકળવાના પ્રયાસ કરવાં લાગ્યો , એક બાદ એક એમ બે વાર દીપડો છેક ઉપર સુધી પહોંચી પાછો કૂવામાં પડી ગયો. પરંતુ આખરે ત્રીજા પ્રયાસે દીપડા ને બાહર નીકળવામાં સફળતા મળી અને બહાર નીકળતા જ દીપડો જંગલ તરફ દોટ મૂકી. વન વિભાગ ને આ સફળ ઓપરેશન પાર પાડવામાં 3 કલાક જેટલો સમય લાગ્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application