જસદણ તાલુકાના શિવરાજપુરમાં પરણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગે પરિણીતાના પિતાની ફરિયાદ પરથી પરિણીતાના પતિ અને સસરા સામે પોલીસે મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધી બંનેની ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,વીંછિયાના ફુલઝર ગામે રહેતા હરજીભાઈ તળશીભાઇ રોજાસરા(ઉ.વ ૫૨) દ્રારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે શિવરાજપુર ગામે રહેતા પોતાના વેવાઈ મનસુખ બચુભાઈ સરિયા અને જમાઈ કિશન મનસુખભાઈ સરિયાના નામ આપ્યા છે.
હરજીભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. જેમાં તેમની દીકરી હિરલ(ઉ.વ ૧૮) ના લ ૧૧ માસ પૂર્વે શિવરાજપુર ગામમાં રહેતા કિશન સરીયા સાથે થયા હતા. લના ત્રણેક મહિના પછી દીકરી ઘરે આવી હતી ત્યારે વાત કરી હતી કે, કિશન મારી સાથે અવારનવાર માથાકૂટ કરે છે માં ગળું દબાવાની કોશિશ કરી અવારનવાર હેરાન કરે છે. જોકે બાદમાં આ બાબતે વેવાઈ મનસુખ તથા જમાઈ કિશન અહીં સસરાના ઘરે આવી હવે આવું નહીં થાય તેમ કહેતા ફરીયાદીએ દીકરીને પરત સાસરીયે મોકલી હતી. ત્યારબાદ આ પ્રકારે ત્રણ વખત દીકરી માવતરએ રિસામણે આવી હતી પરંતુ સારાવાના થઈ જશે તેવું માની તેને પરત સાસરીયે મોકલી હતી. પરંતુ તેમ છતાં દીકરી પર જમાઈ અને સસરાનો ત્રાસ યથાવત રહ્યો હતો.ગત તા.૧૮–૧૦–૨૦૨૪ ના ફરિયાદીના પુત્રને વેવાઈ મનસુખભાઈએ ફોન કર્યેા હતો કે, તમારી બહેને દવા પી લીધી છે જેથી તમે જસદણ રામાણી હોસ્પિટલમાં આવો. જેથી ફરિયાદી તથા તેમના પરિવારજનો તુરતં હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે વેવાઈ મનસુખે વાત કરી હતી કે, તમારી દીકરી હીરલે ઝેરી દવા પી લીધી છે જેથી ફરિયાદી એ કહ્યું હતું કે, મારી દીકરી કોઈ કારણ વગર દવા પીવે નહીં તમારા અને તમારા દીકરા કિશન બંનેના ત્રાસથી દવા પીધી છે.
અહીં આવી જોતા દીકરી મૃત હાલતમાં પડી જવાનું માલૂમ પડું હતું. ત્યારબાદ તેમણે આ અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં દીકરીને મરવા મજબૂર કર્યા અંગે તેણીના પતિ કિશન મનસુખ સરિયા અને સસરા મનસુખ સરિયા સામે આ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે પરિણીતાને મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધી બંનેને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ આર.એસ. સાકળીયા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech