ધરારનગર આવાસમાં પતિની હત્યા નિપજાવવાના કેસમાં પકડાયેલી પત્ની જેલ હવાલે

  • June 11, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં આવેલા વીર સાવરકર આવાસમાં આઠમાળના બિલ્ડિંગના ચોથા માળે રહેતા એક યુવાનની અનૈતિક સંબંધોના કારણે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હતી. જે હત્યા નીપજાવનારા બે આરોપીઓની ઉપરાંત મૃતકની પત્નીની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી, જેને જેલમાં ધકેલી દેવાઈ છે.


જામનગરમાં ધરારનગર નજીક વીર સાવરકર આવાસમાં રહેતા ઇકબાલભાઈ ગનીભાઈ કુરેશી નામના ૩૫ વર્ષના યુવાનની હત્યા નિપજાવવા અંગે ઇમ્તિયાઝ બસીરભાઈ જોખિયા અને કિશન કિશોરભાઈ ચૌધરી ની અટકાયત કરી લઈ ચાર દિવસના ચાર દિવસના રિમાન્ડ પર લેવાયા છે.


પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક યુવાનની પત્ની કરિશ્મા સાથે આરોપી ઈમ્તીયાઝ ને અનૈતિક સંબંધો હોવાથી તેમાં આડખીલી રૂપ પતિ નું કાસળ કાઢી નાખવા માટે બનાવની રાત્રે બંને આરોપીઓ તેના ઘેર પહોંચ્યા હતા, અને છરી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી હતી.


આ પ્રકરણમાં મૃતકની પત્ની કરીશમા  પણ સંડોવાયેલી હોવાથી સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા મૃતકની પત્ની કાશ્મીરા ઈકબાલભાઈ કુરેશી ની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. જેને અદાલત સમગ્ર રજૂ કરાયા પછી જેલ હવાલે કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application