દુનિયા આખી માસ્ક વગર આંટા મારે છે તમે તેને કેમ રોકતા નથી?

  • March 31, 2021 10:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરમાં માસ્ક બાંધ્યા વગર નિકળેલા શખ્સોએ ટ્રાફીક શાખાના મહિલા એ.એસ.આઇ.ની ફરજમાં કાવટ કરીને ગાલ ઉપર ઝાપટ મારી દેતા એ બન્નેને પકડીને પોલીસ મથકે લઇ જવાયા છે.
પોરબંદરની ટ્રાફીક શાખામાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા ભાવનાબેન મોહનભાઇ સોલંકી એ એવી ફરિયાદ નોંધાવી છે કે, તેઓ બંગડી બજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને તેમને ટ્રાફીક દંડ અને ફેસમાસ્ક પહેયર્િ વગર નિકળેલા શખ્સોને પાવતી આપવાની કામગીરી કરવાની હતી આથી ડ્રીમલેન્ડ ટોકીઝ પાસે કામગીરી રહ્યા હતા એ દરમિયાન માણેકચોક બાજુથી ડબલ સવારીમાં એકટીવામાં બે શખ્સો આવ્યા હતા જેમાં સ્કુટરમાં પાછળ બેસેલા શખ્સ નિલેશ સાજણ ડાકીએ માસ્ક બાંધ્યો ન હતો. સ્કુટર ચલાવનાર રવિ હરદાસ ડાકી હતો અને આ બન્ને શખ્સો ભડ ગામના હતા આથી નિલેશે માસ્ક નહીં પહેર્યો હોવાથી 1000 પિયાની પાવતી લેવા માટે જણાવતા આ બન્ને શખ્સો બોલાચાલી કરવા લાગ્‌યા હતા આથી ભાવનાબેને ‘આ તમારી અને અમારી સલામતી માટે ફેસમાસ્ક પહેરવું જરી છે’ તેમ કહેતા સ્કુટરચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને ‘ફેસમાસ્કની પાવતી નહીં લઇએ તારાથી થાય તે કરી લે’ તેમ કહેતા તેને મહિલા પોલીસકર્મી સમજાવતા હતા પરંતુ એ દરમિયાન સ્કુટરચાલક રવિ ડાકી ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાના ડાબાગાલ ઉપર ઝાપટ મારી દીધી હતી અને માસ્ક નહીં બાંધનાર શખ્સે ‘દુનિયા આખી માસ્ક વગર આંટા મારે છે, તમે તેઓને કેમ રોકતા નથી’ કહીને ગાળાગાળી કરવા લાગ્‌યો હતો આથી ત્યાં ફરજ ઉપર હાજર ટ્રાફીક બ્રિગેડ ધર્મેશ જેન્તીલાલ પરમાર પણ આવી ગયો હતો અને તેઓએ વચ્ચે પડીને આ શખ્સો મહિલા કર્મીને વધુ માર મારે તે પહેલા તેને પકડીને કીર્તિમંદિર પોલીસ સ્ટેશને લઇ આવ્‌યા હતા અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ભાવનાબેને પ્રાથમિક સારવાર લીધી હતી અને ત્યારબાદ ફરજમાં કાવટની ફરિયાદ નોંધાવી છે.
ખાપટમાં માસ્ક લગાવ્યા વગર નિકળેલ મજુરની ધરપકડ
ખાપટ ગામે સર્વિસ સ્ટેશન પાસે રહેતા અને મજુરી કામ કરતા માલદે ઉર્ફે લાલો રામા બોરસીયા ખાપટ ગામના ચોરા પાસેથી માસ્ક લગાવ્યા વગર નિકળતા અને દંડ ભરવાનો ઇન્કાર કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS