સોમનાથ પ્રભાસ પાટણમાં પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પ્રદૂષિત
સોમનાથ પ્રભાસ પાટણમાં પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પ્રદૂષિત
June 11, 2026 10:08 AM
સોમનાથ– પ્રભાસ– પાટણમાં વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા દ્રારા પીવાનું પાણી પૂં પડાય છે અને લોકોને શુદ્ધ નિર્મળ અને ચોખ્ખું પાણી મળે તે માટે લાખોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ પણ બનાવાયો છે તેમ છતાં પ્રભાસપાટણમાં દુગધ મારતું વાસવાળું પ્રદૂષિત અને માટી કલર જેવું ડહોળું અને પ્રદુષિત પાણી નળમાંથી આવે છે જાણે ફિલ્ટર પ્લાન્ટમાં નીતિ નિયમો અને ધારા ધોરણ મુજબ પાણી ફિલ્ટર કર્યા વગર માત્ર કોઈ વાર જાણે કે બેપરવાહીથી કાર્યવાહી હાલતી હોય તેવી શંકા છે. આ અંગે પ્રભાસની આસોપાલવ શેરી નંબર–૭ના નિવાસી જગદીશ ઊકા બામણીયા જણાવે છે કે બે ત્રણ દિવસે પાણી આવે છે તે પણ દુગધયુકત આવે છે. આ અંગે નગરપાલિકાને જાણ કરી છતાં કોઈ જવાબ નથી દેતું પીવામાં એકદમ ગંધાય છે અને બીમારી આ પાણીને કારણે થવા જાય છે બાયપાસ રોડ પર આસોપાલવ શેરીએ જતા રોડ ઉપર આવેલ નળનો એર એવે ઠેકાણે છે કે યાં ગંદવાડ ઉકરડો અને કીચડ કચરો છે પાણીની સંપૂર્ણ લાઈન ઉમરેઠીથી પાટણ સુધીની નગરપાલિકા પાઇપલાઇન અધતન ઉપકરણોથી તપાસ કરવી જોઈએ