રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધાયેલા દાના અલગ–અલગ કેસમાં છેલ્લા ૧૬ વર્ષથી ફરાર બુટલેગરને સ્ટેટ મોનટરીંગ સેલની ટીમે રાધનપુરથી ઝડપી લીધો હતો.આરોપી રાજકોટ શહેર અને જિલ્લામાં દાના અલગ–અલગ આઠ ગુનાઓમાં વોન્ટેડ હતો. હવે રાજકોટ પોલીસ આરોપીનો કબજો લેશે.
જાણવા મળતી વિગતો મુજબ, થોરળા પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૮માં નોંધાયેલા દાના ગુનામાં બશીર અલીબાઈ સિપાઈનું નામ ખુલ્યું હતું બાદમાં થોરાળા, માલવીયા, ક્રાઈમ બ્રાન્ચ, બી ડિવિઝન, ગાંધીગ્રામ અને રાજકોટ રલ પોલીસના આઠ ગુના આરોપી બશીર સામે નોંધાયા હતા. સ્થાનિક પોલીસ આરોપીને ઝડપી શકી ન હતી.દરમિયાન સ્ટેટ મોડેલિંગ સેલના પીઆઇ જી.આર.રબારીએ આરોપી બશીર અલી સિપાઈ(ઉ.વ ૫૨) ને રાધનપુરથી ઝડપી લીધી હતો અને રાધનપુર પોલીસના હવાલે કર્યેા હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, બશીર અમદાવાદ રહેતો હતો ત્યારબાદ તે રાજસ્થાનના સાંચોરમાં રહેવા જતો રહ્યો હતો અને હાલમાં રાધનપુર રહેવા આવ્યો હોવાની માહિતી એસએમસીની ટીમને મળતા ટીમે અહીં પહોંચી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી અલગ–અલગ ગુનાઓમાં વોન્ટેડ હોય સૌ પ્રથમ થોરાળા પોલીસ આરોપીનો કબજો લેશે. ત્યારબાદ અન્ય પોલીસ મથક દ્રારા આરોપીનો કબજો લઈ ધરપકડ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech