મૃણાલ ઠાકુરએ અજયની હિરોઇન બનીને જલવા વિખેર્યા
અજય દેવગનનાં ફેન્સને એની અપકમિંગ મુવી ‘સન ઓફ સરદાર 2’ ને લઇને સુપર એક્સાઇટેડ છે. અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની મુવી સન ઓફ સરદાર વર્ષ 2012માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર શાહરુખ ખાન અને કેટરીના કૈફની ફિલ્મ જબ તક હૈ જાન સાથે મુકાબલો હતો. આ ફિલ્મની જબરજસ્ત કામયાબી પછી મેકર્સ એક દશક કરતાં પણ વધારે સમય લીધો અને ફરીથી પડદા પર લાવવા માટે તૈયાર છે. આ ફિલ્મની સિક્વલની તૈયારીઓમાં લાગી ગયા છે. ફિલ્મનાં શૂટિંગનો પહેલો વીડિયો લીક થઇ ગયો છે.આ ફિલ્મમાં સોનાક્ષી નથી પરંતુ મૃણાલ ઠાકુરએ પંજાબન બનીને કીરદારમાં જીવ રેડી દીધો છે.
ટ્ટવિટર પર નમન પંડિત નામના હેન્ડલે એક વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે મૃણાલ ઠાકુર પૂરી રીતે પંજાબી ગેટઅપમાં જોવા મળી રહી છે. જે જોઇને લાગે છે કે અજય દેવગનની ફિલ્મ સન ઓફ સરદાર 2 માટે પરફેક્ટ કાસ્ટિંગ છે. આ હેન્ડલે દાવો કર્યો છે કે આ સન ઓફ સરદાર 2 નાં લીક ફૂટેજ છે. જેમાં તમે જોઇ શકો છો કે મૃણાલ ઠાકુર પિંક કલરનાં પંજાબી સૂટમાં છે. જેનાં પર એક્ટ્રેસે પીળા રંગની કોટી પહેરી છે. આ સાથે માથા પર ટીકો પણ લગાવ્યો છે.
પંજાબણ દેખાવવા માટે વાળમાં પરાંદા પણ લગાવ્યો છે. મૃણાલ ઠાકુરની આસપાસ ભારે ભીડ જોવા મળી રહી છે. શૂટિંગ માટેની રાહ જોઇ રહેલાં લોકોને જોઇને લાગે છે કે શૂટિંગ ઇન્ડિયામાં નહીં, પરંતુ બીજા કોઇ દેશમાં ચાલી રહ્યું છે.
સન ઓફ સરદાર 2ની સ્ટારકાસ્ટ ખૂબ ભારેખમ હોઇ શકે છે. આ ફિલ્મમાં અજય દેવગન અને મૃણાલ ઠાકુર સિવાય સોનાક્ષી સિન્હા પણ મહત્વની ભૂમિકામાં હશે. સંજય દત્ત પણ આ વખતે ફિલ્મનો રોમાંચ વધારશે. કુબેર સૈત ફિલ્મનો અહમ હિસ્સો છે. વિજય અરોરા ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech