પડધરીમાં ગીતાનગરમાં રહેતા યુવાને આ વિસ્તારમાં રહેતા શખસ પાસેથી .૧ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં.જેના બદલામાં યુવાને મુદલ રકમ અને વ્યાજ પેટે .૫૦ હજાર ચૂકવ્યા બાદ પણ આ શખસે ઉઘરાણી ચાલુ રાખી હતી.આ શખસે યુવાન પાસેથી તેની બોલેરો પીકઅપ ગાડી પડાવી લીધી હતી.અને હજુ યુવાન પાસેથી મુદલના .૧ લાખ અને વ્યાજની રકમની ઉઘરાણી કરી ત્રાસ આપતો હોય યુવાને આ અંગે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે આરોપી સામે મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પડધરીમાં ગીતાનગર મહાકાળી માતાજીના મંદિર પાછળ રહેતા ધર્મેશભાઇ વિરમભાઇ સોલંકી(ઉ.વ ૨૪) નામના યુવાને પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગીતાનગરમાં જ રહેતા નઇમ મલેકનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડ્રાઇવીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૨૨ ના પાંચમાં મહિનામાં યુવાનને પૈસાની જરિયાત હોય તેણે આરોપી નઇક મલેકનો સંપર્ક કરી તેની પાસેથી .૧ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં.બાદમાં યુવાન આરોપીને નિયમિત વ્યાજ ચૂકવતો હતો.તેણે .૫૦ હજાર વ્યાજ ચૂકવ્યું હતું.દરમિયાન તેની પાસેથી પૈસાની સગવડ થઇ જતા તેણે આરોપીને મુદલ રકમ પણ ચૂકવી દીધી હતી.બાદમાં પણ આ શખસે યુવાને પાસે વ્યાજના પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી.
દરમિયાન આરોપી નઇમ મલેકે યુવાન પાસે આવી વ્યાજના પૈસાની ઉઘરાણીને લઇ યુવાન સાથે માથાકૂટ કરી બળજબરીપૂર્વક તેની પાસેથી તેની બોલેરો પીકઅપ વાહન પડાવી લીધું હતું.બાદમાં આ શખસ યુવાનને કહેતો હતો કે જો ગાડી પરત જોઇતી હોય તો મુદલ .૧ લાખ તથા વ્યાજના પીયા આપવા પડશે તેમ કહી ધમકી આપતો હોય અંતે યુવાને આ અંગે આરોપી સામે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી નઇમ મલેક સામે બીએનએસ કલમ ૩૦૮(૨) તથા મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે વધુ તપાસ પડધરી પોલીસ મથકના એએસઆઇ દિવ્યરાજસિંહ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech