પેરિસ ઓલમ્પિકસ અને પેરાલમ્પિકસના આયોજકોએ ટૂર્નામેન્ટના મેડલનું અનાવરણ કયુ હતું. ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓ આઇકોનિક એફિલ ટાવરનો ટુકડો ઘરે લઇ જશે, કારણ કે મેડલનો એક ભાગ એફિલ ટાવરમાંથી મેટલનો બનેલો છે. ઓલમ્પિક ગેમ્સ ૨૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ દરમિયાન યારે પેરાલમ્પિકસ ૨૮ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
વર્ષની સૌથી મોટી ગેમ્સ માટે ૫,૦૮૪ મેડલ બનાવવામાં આવ્યા છે. આમાંના દરેકમાં ૧૮–ગ્રામ હેકસાગોન ટોકન છે. આ ટોકન્સ રીનોવેશન દરમિયાન એફિલ ટાવરમાંથી નીકળેલા લોખંડના બનેલા છે. આ ચંદ્રકો ચૌમેટ વેલરે ડિઝાઇન કર્યા હતા. પેરિસ ૨૦૨૪ એથ્લેટસ કમિશન, માર્ટિન ફોરકેડની અધ્યક્ષતામાં, ઓલમ્પિક ગેમ્સ માટે મેડલની વિચારણા કરે છે. કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા માટે ફ્રાન્સ અને પેરિસના આઇકોનિક સ્મારક એફિલ ટાવરને ગેમ્સ મેડલ સાથે સાંકળવું એ વધુ સારો વિકલ્પ હતો. પેરાલમ્પિક મેડલ નીચે એફિલ ટાવરનું ધ્શ્ય છે. પેરિસ ૨૦૨૪ આના પર બ્રેઇલ લિપિમાં લખાયેલું છે. જે ફ્રેન્ચ લેખક લુઈસ બ્રેઈલને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
આયોજકો કહે છે કે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પર આઇકોનિક એફિલ ટાવરનો ટુકડો ફ્રાન્સની ભાવના અને ઓલિમ્પિક અને પેરાલમ્પિક ગેમ્સના સાર્વત્રિક મૂલ્યોનું પ્રમાણપત્ર છે. આ ચંદ્રકો માત્ર તેમની સુંદરતા માટે જ નહીં, પરંતુ તેમની પરંપરા અને અનન્ય મિશ્રણ માટે પણ અલગ છે. આયોજક સમિતિના અધ્યક્ષ ટોની ઈસ્ટાનગુએટે જણાવ્યું હતું કે આ ચંદ્રકોને અદ્રિતીય અને અનોખા બનાવવાની અમારી ઈચ્છા પૂરી થઈ છે.
ચંદ્રકો પરંપરાગત લક્ષણો ધરાવે છે. એથેના નાઇકી, વિજયની દેવી, અગ્રભાગમાં દર્શાવવામાં આવી છે. આયોજકો કહે છે કે ગ્રીસમાં પ્રાચીન રમતોમાંથી પ્રેરણા, આધુનિક ઓલમ્પિક રમતોમાં ફ્રેન્ચ ભૂમિકા અને પેરિસમાં આગામી આવૃત્તિ મેડલ્સમાં રજૂ થાય છે. ઓલમ્પિક અને પેરાલમ્પિક મેડલની રિબન પણ એફિલ ટાવર સાથે સંકળાયેલ છે. આને એફિલ ટાવરની જાળી જેવી ડિઝાઇનથી શણગારવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech