અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવાનનો પાર્થિવ દેહ તેના સ્વજનોના બદલે અન્ય લોકોને આપી દેતા એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો. જાણવા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં રહેતા પટેલ પરિવાર નો પુત્ર જિલ ખોખરા ઓસ્ટ્રેલિયાના સીડનીમાં રહેતો હતો.
અંદાજે ૧૨ દિવસ પહેલા આ યુવાન તેના મિત્ર સાથે દરિયા કિનારે ફરવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતાં તેનું મૃત્યુ નીપજયું હતું. યુવાન પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. લાડકવાયા પુત્ર ની અંતિમ વિધિ જોરાવર નગરમાં કરવા માટેનું પરિવારજનોએ નક્કી કર્યા બાદ ઓસ્ટ્રેલિયા અને ભારત સરકારની મદદથી તેના પાર્થિવ દેહને સિડની થી એર ઇન્ડિયા ની લાઈટમાં ગઈકાલે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
આ સમયે એર ઇન્ડિયાના કર્મચારીની ભૂલને પગલે યુવાનનું કોફીન પરિવારજનોને સોપવા ને બદલે અન્ય કે જે પોતાનું કારગો લેવા માટે આવ્યો હતો તેને આપી દેતા આ વ્યકિત પણ આશ્ચર્યચકીત થઈ ગયો હતો. યારે યુવાન ના પરિવારજનો પાર્થિવ દેહ લેવા માટે આવ્યા ત્યારે એર ઇન્ડિયા ના કર્મચારીઓ એ કરેલી ભૂલ સામે આવી અને તાબડતોબ ભૂલ સુધારીને પાર્થિવ દેહ તેના પરિવારજનોને સોપ્યો હતો.
જોકે એ વાતનું ભારે આશ્ચર્ય સર્જાયું છે કે એરઈન્ડિયાના કર્મચારી થી આવડી મોટી ભૂલ કઈ રીતે થઈ શકે? તો બીજી તરફ પણ જે વ્યકિત ને આ કોફીન સોંપવામાં કાર્ગેા કુરિયર નો કર્મચારી હોવાની શકયતા સેવાઈ રહી છે. આજે સવારે તેના પરિવારજનો યુવાન પુત્રના પાર્થિવ દેહને લેવા માટે પહોંચ્યા ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. આ બાબતે એરલાયન્સના સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એરલાઇન્સનો કોઈ નવો કર્મચારી હોવાના કારણે તેનાથી આ ભૂલ થઈ ગઈ હતી અને ગઈકાલે સાંજે બનેલી આ ઘટનામાં કાર્ગેા કંપનીનો કોઈ કર્મચારી આવીને યુવાનનું ડેડબોડી લઈને જતો પણ રહ્યો હતો યારે સવારે આ યુવાનના પરિવારજનો અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે સમગ્ર હકીકત જાણવા મળી અને તુરતં જ ચોપડામાંથી નામ જાણી તુરતં જ આ કાર્ગેા એજન્સી ને ફોન કરીને યુવાનના ડેડબોડી ને તુરતં માં પરત મંગાવ્યું હતું. આ વાતને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો એક તરફ દીકરાને ગુમાવવાનું દુ:ખ અને બીજી તરફ યુવાન પુત્રનો પાર્થિવ દેહ કર્મચારીની ભૂલથી રઝળ્યો..!!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech