ખંભાળિયા: કરાર આધારિત કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા વિરોધ: આવેદન અપાયું

  • May 12, 2021 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી સરકારી કચેરીઓમાં અનેક કર્મચારીઓ કરાર આધારિત યોજના હેઠળ તેઓની ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી તેઓને મળવા પાત્ર લાભો સહિતના મુદ્દે વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે.

નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા છેલ્લા આશરે છએક માસથી આ અંગે જુદી જુદી કક્ષાએ રજુઆતો છતાં પણ સરકાર દ્વારા ઠાલી હૈયાધારણાઓ જ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં અનેક કર્મચારીઓ મળવાપાત્ર પગાર કરતાં ઓછા પગારથી પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે.

ઉપરોક્ત મુદ્દે અહીંના કરાર આધારીત કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા આરોગ્ય અધિકારીને એક લેખિત આવેદનપત્ર પાઠવી, વિનંતીપૂર્વક રજૂઆત કરી છે કે હાલની મહામારીમાં તેઓ હડતાલ કરી અને પ્રજાને બાનમાં નહીં લ્યે પરંતુ તેઓની પોતાની કફોડી હાલત છતાં સ્વૈચ્છિક રાજીનામું આપી અને ગ્રામ્ય લેવલે સ્થાનિકોની નિસ્વાર્થભાવે સેવા કરી ગાંધીગીરી અપનાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)