ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો ) આગામી દાયકામાં અનેક અવકાશ કાર્યક્રમો હાથ ધરવા માટે ઓટોમેટેડ ડોકિંગ ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે. ડોકીંગ ટેકનોલોજીમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં બે અવકાશયાનને જોડવાનો સમાવેશ થાય છે. આ ટેક્નોલોજી ભવિષ્યના અવકાશ સંશોધન કાર્યક્રમો માટે જરૂરી છે, સ્પેસ સ્ટેશન બનાવવાથી લઈને માનવસહિત અથવા કાર્ગો મિશન મોકલવા સુધી. ચંદ્ર પરથી પાછા નમૂનાઓ લાવનારા ચંદ્રયાન-4 મિશન માટે પણ આ ટેક્નોલોજી જરૂરી છે. આ ટેકનોલોજી હાંસલ કરવા માટે ઈસરો ડિસેમ્બરમાં સ્પેડ એક્સ મિશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. બંને અવકાશયાન 8 કિલોમીટર પ્રતિ સેક્ધડ (28,800 કિમી પ્રતિ કલાક)ની ઝડપે ફરતા એકબીજા તરફ આગળ વધશે. બંને વાહનોનું ઈન્ટીગ્રેશન હૈદરાબાદ સ્થિત ખાનગી એરોસ્પેસ અને સંરક્ષણ કંપ્ની અનંત ટેક્નોલોજી દ્વારા કરવામાં આવ્યું છે. કંપ્નીએ બંને અવકાશયાન ઈસરોને સોંપી દીધા છે. તેમનું વજન લગભગ 400 કિલો છે.
ઈસરોનું લક્ષ્ય 2028 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશનનું પ્રથમ યુનિટ અને 2035 સુધીમાં ઓપરેશનલ સ્પેસ સ્ટેશન બનાવવાનું છે. સ્પેસ સ્ટેશનનું નિમર્ણિ અનેક એકમો (અવકાશયાન)ને જોડીને કરવામાં આવશે, જે ડોકીંગ દ્વારા થશે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ચંદ્રયાન-4 મિશનમાં ઘણી વખત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech