પીધેલા બે ધનાઢયને પોલીસ મથકેથી મુકત કરી દેવાયા !

  • March 18, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસના કામગીરી, કાર્યવાહીના પહેલું કયારેક બદલાઈ જતાં હોય તેમ નાના સામે કાયદો મોટા માટે વ્યવસ્થાની માફક થતુ હશે. ગત સપ્તાહે વાવડી વિસ્તારમાં પાર્ટી પ્લોટ નજીકથી બે પીધેલા ધનાઢય નબીરાને બોટલ સાથે પોલીસ (નાના કર્મી) કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ મથકે લઈ જતાં ત્યાંથી બન્ને નબીરાને થોડી મિનિટો બેસાડીને બાઈત મુકત કરી દેવાયાની ચર્ચા છે. આવુ થવાથી પોલીસ (નાના સ્ટાફ)નું મોરલ કેમ જળવાય તેવો સંબંધિત પોલીસ કર્મીઓમાં ગણગણાટ હશે.

ગત સાહના મધ્ય દિવસમાં વાવડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં કે રાઉન્ડમાં નીકળેલી પોલીસે શંકાસ્પદ જણાતા બન્ને વ્યકિતને અટકાવ્યા હતા. બન્ને પીધેલા હતા અને સાથે બોટલ પણ મળી આવી હતી. કોઈપણ નશામાં અથવા તો આવું કરવાથી કદાચ પોલીસ પાછી પડી જશે કે જવા દેશેનું માનીને કોટવાલ કો દંડેની માફક પોલીસનું જ વીડિયો શૂટિંગ શરૂ કરીને પોલીસને દબડાવવાનો પ્રયાસ થયો હતો. બન્ને સામે કેસ નોંધાવવા કે આવી કાર્યવાહી માટે બન્નેને પોલીસ મથકે લઈ અવાયા હતા.

કહેવાયા છે કે, બન્નેને પોલીસ સ્ટેશનમાં એક રૂમમાં મિનિયો સુધી બેસાડવામાં આવ્યા હતા. લાવનારા કર્મીને કદાચ એવું હશે કે બન્ને સામે કડખ હાથે કામ લેવાશે જો કે, થોડી ક્ષણો બાદ કોઈ કેસ, કાર્યવાહી વિના જ બન્નેને બાઈત મુકત કરી દેવાયા હતાની વાત છે.ધનાઢય નબીરાને લઈ આવ્યા બાદ શું કોઈ એવું પોલિટિકલ કે અન્ય પ્રેસર કે કોઈ બીજી ટેકનિક કામ કરી ગઈ હશે તો બન્નેને કોઈ કાર્યવાહી વિના જ જવા દેવાયા હશે? આવી વાતો કદાચ સ્ટાફમાં વહેતી થઈ હશે. બન્ને પોલીસ મથકેથી આબાદ નીકળી જતાં બન્નેને લાવનારા નાના પોલીસ કર્મીની સ્થિતિ કેવી થઈ હશે? જો આવું થયું હોય તો પોલીસનું મોરલ કેમ જળવાઈ શકે? તો તો એવું બને કે નાના માટે કાયદો અને મોટા માટે વ્યવસ્થા મુજબ શું કાયદો–વ્યવસ્થા જળવાતા હશે?
પીધેલા નબીરા કોણ હતા? કોણ લાવ્યું? કેમ જવા દેવાયા? પીધેલા, બોટલ સાથે હતા કે સામાન્ય ચડભડમાં પોલીસ લઈ આવી હતી? આવી બધી બાબતો ઓનપેપર તો કદાચ કયાંય નોંધાયેલી નહીં હોય માટે અધ્ધરતાલ જ સમજવી પડે, જો કે, ઉપરોકત બાબતોમાં સત્ય શું? તથ્ય છે કે નહીં? તે બહાર આવ્યું નથી માટે હાલ તો ચર્ચા કે અફવારૂપ માની શકાય. પરંતુ જો આવું બન્યું હોય તો પોલીસ (નાના કર્મચારીઓ)નું મોરલ ડાઉન થશે અને ભવિષ્યમાં આવા નબીરાઓ ધનાઢયો પર નાના પોલીસ કર્મીઓ હાથ નાખતા અચકાશે કે લઈ આવીને પણ ઘુંટડો તો અંતે અપમાનનો જ પીવો પડેને

જુગલબંધીનું વર્ચસ્વની ચર્ચા

પોલીસ મથકમાં કોઈને કોઈ એકાદ એવા હોય છે કે તેના મારફતે જે–તે લાગતા વળગતાઓનું કામ પાર પડી જતું હોય છે. એક જુગલબંધીનું વર્ચસ્વ મજબુત થયાનું અને જુગલ સંબંધિતોના જુુ બનીને કામ કરાવી લેતાં હોવાની ચર્ચા ઉઠી છે. જો પોલીસના હિતમાં જુગલબંધી કામ કરાવે તો યોગ્ય રૂપ ગણી શકાય પરંતુ કાયદો વ્યવસ્થાને અડચણરૂ બનીને કામગીરી કરે તો તે ગેર પ્રવૃતિઓને પોશવા જેવુ થઈ શકેની ચર્ચા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application