પરગ્રહવાસીઓના અસ્તિત્વનું સત્ય ટૂંક સમયમાં ઉજાગર થશે

  • July 15, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૃથ્વી પરના લોકો માટે પરગ્રહવાસીઓ એટલે કે એલિયન્સ હજુ પણ કૌતુક કે શોધનો વિષય છે ત્યારે એલિયન્સ વિશેનું સત્ય ટૂંક સમયમાં બહાર આવશે તેવી વ્યાપક સંભાવનાઓ આકાર પામી રહી છે. વિશ્વનો સૌથી મોટો કેમેરા તૈયાર થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવી ટેક્નોલોજીનો ઉપયોગ એલિયન સંસ્કૃતિની શોધની દિશામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા જઈ રહ્યો છે. ચિલીમાં વેરા રુબિન ઓબ્ઝર્વેટરી પર કામ ઝડપથી ચાલી રહ્યું છે, જે પાછળથી વિશ્વનો સૌથી મોટો કેમેરા બની રહેશે. તે અવકાશમાં દરેક વસ્તુ પર નજર રાખશે. આપણી પૃથ્વીની બહાર ક્યાંય જીવન છે કે નહીં? વૈજ્ઞાનિકો દાયકાઓથી આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વમાં ઘણા લોકોએ એલિયન સ્પેસશીપ જોયા હોવાનો દાવો કર્યો છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આજ સુધી પૃથ્વી પર કોઈએ એલિયન્સ સાથે સંપર્ક સ્થાપિત કર્યો નથી. જોકે, સંશોધકો માને છે કે એલિયન્સની શોધ નવા યુગમાં પ્રવેશી શકે છે.દૂરના અવકાશમાં એલિયન્સની શોધ માટે શરૂ કરાયેલ વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિક પ્રોજેક્ટ બ્રેકથ્રુ લિસનના વૈજ્ઞાનિકો કહે છે કે ઘણા તકનીકી વિકાસ બ્રહ્માંડમાં શોધની દિશા બદલી શકે છેર્.આ અઠવાડિયે બ્રિટનમાં પ્રથમ વખત ઓક્સફર્ડમાં કોન્ફરન્સ યોજાશે.ખગોળશાસ્ત્રીઓથી લઈને પ્રાણીશાસ્ત્રીઓ સુધીના કેટલાક વૈજ્ઞાનિકો તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે.


આ કેમેરા દર ત્રણ કે ચાર રાતે આખા આકાશની છબી લેશે
આ નવા સાધનોમાં સેંકડો રેડિયો ટેલિસ્કોપથી બનેલા ’સ્ક્વેર કિલોમીટર એરે’નો સમાવેશ થાય છે, જેનું નિમર્ણિ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં થઈ રહ્યું છે. તે વિશ્વની સૌથી મોટી રેડિયો એસ્ટ્રોનોમી ફેસિલિટી હશે. આ સાથે ચિલીમાં વેરા રુબિન ઓબ્ઝર્વેટરી બનાવવામાં આવી રહી છે, જે વિશ્વનો સૌથી મોટો કેમેરા હશે. તે દર ત્રણ કે ચાર રાતે આખા આકાશની છબી લેવામાં સક્ષમ હશે, જે લાખો નવા તારાવિશ્વો અને તારાઓને શોધવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.સ્ટીવ ક્રાફ્ટે જણાવ્યું હતું કે બંને સુવિધાઓ આગામી થોડા વર્ષોમાં નિરીક્ષણો શરૂ કરવા માટે તૈયાર છે અને બંને બ્રેકથ્રુ લિસન માટે ડેટા પ્રદાન કરશે. આ વિશાળ માહિતી સમૂહોનો અભ્યાસ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ એલિયન સંસ્કૃતિની શોધને વધારાની તાકાત આપશે. તેમણે કહ્યું, ’અત્યાર સુધી અમે એલિયન્સ દ્વારા તેમના અસ્તિત્વની જાહેરાત કરવા માટે ઇરાદાપૂર્વક મોકલવામાં આવેલા સિગ્નલો શોધવા પૂરતા મર્યિદિત હતા અને હવે આ શોધ વધુ વિસ્તાર પામશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application